MBBS Full Form in Gujarati | MBBS Course Details in Gujarati

MBBS Full Form in Gujarati | MBBS Course Details in Gujarati – નમસ્કાર મારા ગુજરાતીઓ, શું તમે MBBS વિશે ક્યાંક સાંભળ્યું છે અને તમારા મનમાં આ કોર્સ વિષે ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે તો તમે બિલકુલ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આ એક લેખ માં તમને MBBS વિશે બધીજ માહિતી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી માં આપવામાં આવશે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

MBBS Full Form in Gujarati - MBBS Course Details in Gujarati
MBBS Full Form in Gujarati – MBBS Course Details in Gujarati

MBBS Full Form in Gujarati | MBBS Course Details in Gujarati

ટૂંકું નામMBBS
પૂરું નામ (English)Bachelor of Medicine, Bachelor of Surgery
પૂરું નામ (ગુજરાતી)ચિકિત્સા પદ્ધતિમાં સ્નાતક, શસ્ત્રક્રિયામાં સ્નાતક
ક્ષેત્રઅભ્યાસ
ડિગ્રીનું લેવલસ્નાતક
પગાર ધોરણ25000 થી 50000 સુધી
સમયગાળો5.5 વર્ષ
ટોપ કોલેજB.J. Medical College and Civil Hospital, Ahmedabad

MBBS શું છે?

MBBS નું Full Form “Bachelor of Medicine, Bachelor of Surgery” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “ચિકિત્સા પદ્ધતિમાં સ્નાતક, શસ્ત્રક્રિયામાં સ્નાતક” થાય છે. જે લોકો ધોરણ 12 પછી મેડિકલના ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે તેમના માટે આ કોર્સ એક સારો કરિયર ઓપ્શન સાબિત થઇ શકે છે.

મિત્રો, તમે અન્ય કોર્સ કરીને પણ મેડિકલના ક્ષેત્રમાં કરિયર બનાવી શકો છો પણ આ કોર્સ સૌથી વધુ પ્રખ્યાત અને લોકપ્રિય છે. MBBS એ એક Undergraduate Degree છે જેમાં આપણને મેડિસિન અને સર્જરી વિશે શીખવવામાં આવે છે.આ એક એવો સ્નાતક કોર્સ છે જેને પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી તેના નામની આગળ “Dr” શબ્દ લગાવી શકે છે.

સમયગાળો

આ કોર્સનો સમયગાળો 5.5 વર્ષનો હોય છે જેમાં પહેલા 4.5 વર્ષ તમને કોલેજ કે યુનિવર્સિટીમાં થિયરી ભણાવવામાં આવે છે જયારે અંતિમ 1 વર્ષ Internship કરાવવામાં આવે છે.

યોગ્યતા

આ કોર્સ કરવા માટે તમારે ધોરણ 12 સાયન્સ બાયોલોજી સ્ટ્રીમ થી પાસ કરેલું હોવું જરૂરી છે. અમુક કૉલેજ એડમિશન માટે ધોરણ 12 માં ઓછમાં ઓછા 50 ટકાનો માપદંડ રાખી શકે છે તો અમુક કૉલેજ એમબીબીએસ કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે.

ફી

આ કોર્સની ફી તમારી કોલેજ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે સરકારી કોલેજથી આ કોર્સ કરો છો તો તમારે ખુબજ ઓછી ફી ભરવાની થાય છે જયારે તમે આ કોર્સ પ્રાઇવેટ કોલેજથી કરો છો તો તમારે અંદાજે રૂપિયા 1,00,000 થી લઈને 10,00,000 સુધી ફી ભરવી પડી શકે છે.

Top 5 Best MBBS Colleges in Gujarat

અહીં અમે એમબીબીએસ માટે ગુજરાતની ટોપ પાંચ કોલેજનું લિસ્ટ બનાવ્યું છે.

  • B.J. Medical College and Civil Hospital, Ahmedabad
  • Government Medical College, Surat
  • GMERS Medical College and Civil Hospital, Vadodara
  • Medical College Baroda
  • Pandit Dindayal Upadhyay Medical College

નોકરીના ક્ષેત્ર

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો.

  • હોસ્પિટલો
  • મેડિકલ કોલેજો
  • મેડિકલ ટ્રસ્ટ્સ
  • બાયોમેડિકલ કંપનીઓ
  • સ્વ-માલિકીના ક્લિનિક્સ
  • સંશોધન સંસ્થાઓ
  • આરોગ્ય કેન્દ્રો
  • ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી કંપનીઓ
  • એનજીઓના
  • નર્સિંગ હોમ
  • પ્રયોગશાળાઓ
  • તથા અન્ય

નોકરીના પદ

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ પદ પર નોકરી મેળવી શકો છો.

  • બેક્ટેરિયોલોજિસ્ટ
  • મુખ્ય તબીબી અધિકારી
  • ત્વચારોગ વિજ્ઞાની
  • ડોકટરો
  • ગાયનેકોલોજિસ્ટ
  • જુનિયર સર્જનો
  • મેડિકલ પ્રોફેસર અથવા લેક્ચરર
  • ચિકિત્સક
  • સંશોધક
  • વૈજ્ઞાનિક
  • તથા અન્ય

પગારધોરણ

આ કોર્સ પૂર્ણ કર્યા પછી તમે કઈ જગ્યા અને કયાં પદ પર કામ કરો છો એના ઉપર તમારી સેલરી ડિપેન્ડ કરે છે. તમને અંદાજે 25,000 થી લઈને 50,000 સુધીની સેલરી મળી શકે છે. આ ફિલ્ડમાં તમારો અનુભવ જેટલો વધારે હશે એટલી વધુ સેલરી મળી શકે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

MBBS વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો

MBBS નું પૂરું નામ શું છે?

Bachelor of Medicine, Bachelor of Surgery (ચિકિત્સા પદ્ધતિમાં સ્નાતક, શસ્ત્રક્રિયામાં સ્નાતક)

MBBS કોર્સ કરવાથી શું થાય છે?

તમારા નામની આગળ “Dr” શબ્દ લાગે છે અને તમે મેડિકલ ફિલ્ડમાં અલગ અલગ પોસ્ટ પર નોકરી કરી શકો છો.

MBBS કોર્સ કેટલા વર્ષનો હોય છે?

5.5 વર્ષ

MBBS કોર્સમાં શું ભણાવવામાં આવે છે?

માનવ શરીરમાં થતી બિમારીઓ અને તેનો ઈલાજ કઈ રીતે કરવો તે

MBBS માટે કયો દેશ શ્રેષ્ઠ છે?

રશિયા

ભારતમાં MBBS કોર્સની ફી કેટલી હોય છે?

1 લાખ થી 10 લાખ સુધી પ્રતિવર્ષ

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે MBBS Course વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment