BBA Full Form in Gujarati | BBA Course Details in Gujarati

BBA Full Form in Gujarati | BBA Course Details in Gujarati । BBA in Gujarati Medium | Top 5 Best BBA Colleges in Gujarat | List of Government BBA Colleges in Gujarat – નમસ્કાર મારા ગુજરાતીઓ, આજના આ લેખમાં આપણે બીબીએ કોર્સ ની સંપૂર્ણ માહિતી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં જાણીશું તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

BBA Full Form in Gujarati | BBA Course Details in Gujarati

BBA Full Form in Gujarati - BBA Course Details in Gujarati
BBA Full Form in Gujarati – BBA Course Details in Gujarati

BBA Course શુ છે?

BBA નું Full Form “Bachelor of Business Administration” છે જેનું ગુજરાતી માં ફુલ ફોર્મ “વ્યાપાર સંચાલન માં સ્નાતક” થાય છે. મેનેજમેન્ટના ક્ષેત્રમાં આ એક અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે. આપણા દેશમાં આ ખુબજ પ્રસિદ્ધ કોર્સ છે જેમાં સફળતાપૂર્વક બિઝનેસ કઈ રીતે કરવો તથા મનેજ કરવું તે શીખવવામાં આવે છે.

BBA in Gujarati Medium

ઘણા બધા લોકોના મન માં એ સવાલ થાય છે કે શું BBA Course ગુજરાતી ભાષામાં કરી શકાય છે? તો તેનો જવાબ છે ના. ગુજરાતમાં જેટલી પણ બીબીએ કોલેજ છે એ આ કોર્સ ઇંગલિશ માં જ ભણાવે છે. આ કોર્સમાં ગુજરાતી મીડીયમ માં ભણેલા લોકો પણ એડમિશન લઇ શકે છે. મોટા ભાગના લોગોને 3 થી 6 મહિના ઇંગલિશ ભણવામાં પ્રોબ્લેમ થાય છે પછી આ લોકો ટેવાઈ જાય છે.

સમયગાળો

આ કોર્સનો સમયગાળો 3 વર્ષનો હોય છે જેમાં કુલ 6 સેમેસ્ટર હોય છે. આ કોર્સના અંતિમ સેમેસ્ટરમાં તમારે એક સ્પેશિયલાઈઝેશન વિષય પસંદ કરવાનો હોય છે અને તેમાં ઇન્ટર્નશિપ તથા પ્રેક્ટિકલ પ્રોજેક્ટ પણ કરવાનો હોય છે.

યોગ્યતા

આ કોર્સ કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ જેમ કે સાયન્સ, કોમર્સ કે આર્ટસ થી ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. અમુક કૉલેજ એડમિશન માટે ધોરણ 12 માં ઓછમાં ઓછા 50 ટકાનો માપદંડ રાખી શકે છે તો અમુક કૉલેજ બીબીએ કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે.

પગારધોરણ

આ કોર્સ પૂર્ણ કર્યા પછી તમે કઈ જગ્યા અને કયાં પદ પર કામ કરો છો એના ઉપર તમારી સેલરી ડિપેન્ડ કરે છે. તમને અંદાજે 10,000 થી લઈને 35,000 સુધીની સેલરી મળી શકે છે. આ ફિલ્ડમાં તમારો અનુભવ જેટલો વધારે હશે એટલી વધુ સેલરી મળી શકે છે.

ફી

આ કોર્સની ફી તમારી કોલેજ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે સરકારી કોલેજથી આ કોર્સ કરો છો તો તમારે ખુબજ ઓછી ફી ભરવાની થાય છે જયારે તમે આ કોર્સ પ્રાઇવેટ કોલેજથી કરો છો તો તમારે અંદાજે રૂપિયા 50,000 થી લઈને 2,00,000 સુધી ફી ભરવી પડી શકે છે.

Top 5 Best BBA Colleges in Gujarat

અહીં અમે બીબીએ માટે ગુજરાતની ટોપ પાંચ કોલેજનું લિસ્ટ બનાવ્યું છે.

  • Pandit Deendayal Petroleum University – PDPU, Gandhinagar
  • Nirma University – [NU], Ahmedabad
  • Navrachana University, Vadodara
  • Rai Business School, Ahmedabad
  • Marwadi University, Rajkot

List of Government BBA Colleges in Gujarat

અહીં અમે બીબીએ માટે ગુજરાતની સરકારી કોલેજનું લિસ્ટ બનાવ્યું છે.

  • Maharaja Sayajirao University of Baroda, Vadodara
  • Dr Babasaheb Ambedkar Open University, Ahmedabad
  • National Rail and Transportation Institute, Vadodara
  • Krantiguru Shyamji Krishna Verma Kachchh University, Bhuj
  • Maharaja Krishnakumarsinhji Bhavnagar University, Bhavnagar
  • Sardar Patel University, Vallabh Vidyanagar
  • Hemchandracharya North Gujarat University (HNGU) Patan
  • Swarnim Gujarat Sports University, Gandhinagar
  • Shri Govind Guru University, Godhra
  • Department of Commerce and Management, Krantiguru Shyamji Krishna Verma Kachchh University, Bhuj
  • Veer Narmad South Gujarat University, Surat

BBA Specialization in Gujarati

આ કોર્સના અંતિમ સેમેસ્ટરમાં તમારે એક સ્પેશિયલાઈઝેશન વિષય પસંદ કરવાનો હોય છે અને તેના વિષે ડિટેઇલ માં અભ્યાસ કરવાનો હોય છે. આ સ્પેશિયલાઈઝેશન વિષય ના નામ આ પ્રમાણે છે.

  • Finance
  • Human Resource Management
  • Marketing
  • International Business
  • Banking and Insurance
  • Hospitality and Hotel Management
  • Information Technology
  • Hospital and Healthcare Management
  • Communication and Media Management

નોકરીના પદ

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ પદ પર નોકરી મેળવી શકો છો.

  • Sales Executive
  • HR Manager
  • Marketing Manager
  • Financial Advisor
  • Public Relations Manager

નોકરીના ક્ષેત્ર

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો.

  • Bank
  • College/University
  • Hotel
  • Hospital
  • Share Market
  • Financial Institute
  • Private Sector
  • Government Sector

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે BBA Course વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment