SI Course Details in Gujarati | એસઆઈ કોર્સની સંપૂર્ણ જાણકારી ગુજરાતીમાં

SI Course Details in Gujarati | એસઆઈ કોર્સની સંપૂર્ણ જાણકારી ગુજરાતીમાં – નમસ્કાર મારા ગુજરાતીઓ, શું તમે SI Course ક્યાંક સાંભળ્યું છે અને તમારા મનમાં આ કોર્સ વિષે ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે તો તમે બિલકુલ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આ એક લેખ માં તમને SI Course વિષે બધીજ માહિતી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી માં આપવામાં આવશે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

SI Course Details in Gujarati | એસઆઈ કોર્સની સંપૂર્ણ જાણકારી ગુજરાતીમાં

SI Course Details in Gujarati
SI Course Details in Gujarati

SI Course શુ છે?

આ એક સ્વાસ્થ્ય સંબંધી ડિપ્લોમા લેવલનો કોર્સ છે. જો તમે હેલ્થ સેક્ટર માં કરિયર બનાવવા માંગો છો તો એસઆઈ કોર્સ તમારા માટે શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઇ શકે છે. સેનિટરી ઇન્સ્પેક્ટર ને હેલ્થ ઇન્સ્પેક્ટર કે સેનિટરી હેલ્થ ઇન્સ્પેક્ટરના નામે પણ ઓળખાય છે. આ કોર્સ ની શરૂવાત વર્ષ 1950 થી થઈ હતી અને આ કોર્સ ભારતના બધાજ રાજ્યો માં ચલાવવામાં આવે છે. આ કોર્સ તમે ડિપ્લોમા તથા આઈટીઆઈ બંને રીતે કરી શકો છો.

સમયગાળો

આ કોર્સનો સમયગાળો 1 વર્ષનો હોય છે જેમાં 6-6 મહિના ના 2 સેમેસ્ટર હોય છે. આ કોર્સમાં તમને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે.

યોગ્યતા

જો તમે સાયન્સ, કોમર્સ કે આર્ટસ કોઈ પણ સ્ટ્રીમ થી 12મુ ધોરણ એટલે સે HSC પૂર્ણ કર્યું હોય તો તમે આ કોર્સમાં એડમિશન લઇ શકો છો અને કોર્સ પૂર્ણ કરી શકો છો. અને તમારી ઓછામાં ઓછી ઉંમર 17 વર્ષ હોવી જોઈએ.

પગારધોરણ

આ કોર્સ પૂર્ણ કર્યા પછી તમે કઈ જગ્યા અને કયાં પદ પર કામ કરો છો એના ઉપર તમારી સેલરી ડિપેન્ડ કરે છે . આ કોર્સ પછી તમારા સરકારી વિભાગમાં જોબ મેળવવાના ચાન્સ ખુબજ વધારે હોય છે. તમને અંદાજે 20,000 થી લઈને 35,000 સુધીની સેલરી મળી શકે છે.

ફી

આ કોર્સની ફી તમારી કોલેજ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે સરકારી કોલેજથી આ કોર્સ કરો છો તો તમારે ખુબજ ઓછી ફી ભરવાની થાય છે જયારે તમે આ કોર્સ પ્રાઇવેટ કોલેજથી કરો છો તો તમારે અંદાજે રૂપિયા 20,000 થી લઈને 50,000 સુધી ફી ભરવી પડી શકે છે.

Top SI Course Colleges in Gujarat

ઘણા બધા સોર્સના આધારે ગુજરાતની એસઆઈ કોર્સ માટેની ટોપ કોલેજ આ મુજબ છે.

  1. Sardar Vallabhbhai National Institute of Technology, SVNIT, Surat
  2. Dr.S.& S.S. Ghandhy College Of Engineering & Technology (Diploma College), Surat
  3. Sanitary Inspector Government College Surendranagar
  4. All India Institute of Local Self Government, Ahmedabad
  5. All India Institute Of Local Self Government, Patan
  6. P P Savani University, Dhamdod
  7. Sir P. T. Sarvajanik College of Science, Surat
  8. Sarvajanik College of Engineering & Technology, Surat
  9. All India Institute Of Local Self Government Rajkot
  10. Shri K.J. Polytechnic, Bharuch

વિષય

આ કોર્સ માં તમારે નીચે દર્શાવેલ વિષયો ભણવાના હોય છે.

સેમેસ્ટર-1

  • ખોરાક અને પોષણ
  • પાણી સ્વચ્છતા
  • માનવ આરોગ્ય સલામતી
  • પર્યાવરણીય સ્વચ્છતા
  • કચરો નિકાલ

સેમેસ્ટર-2

  • આરોગ્ય શિક્ષણ અને વર્તન વિજ્ઞાન
  • રોગપ્રતિકારક શક્તિ
  • ચેપી અને બિન-ચેપી રોગો
  • વ્યક્તિગત આરોગ્ય
  • જાહેર આરોગ્ય અધિનિયમ
  • ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ

નોકરીના પદ

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ પદ પર નોકરી મેળવી શકો છો.

  • સ્વચ્છતા નિરીક્ષક
  • ટીચર
  • હોસ્પિટલ મેન્ટેનન્સ સુપરવાઈઝર
  • આરોગ્ય નિરીક્ષક
  • જાહેર આરોગ્ય અધિકારી

નોકરીના ક્ષેત્ર

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો.

  • હોસ્પિટલ
  • મ્યુનિસિપલ કોર્પોરેશન
  • પેથોલોજી લેબ
  • ગવર્મેન્ટ સેક્ટર
  • પ્રાઇવેટ સેક્ટર

Sanitary Inspector Book in Gujarati

  • સેનિટરી ઇન્સ્પેક્ટર અને મલ્ટી પરપઝ હેલ્થ વર્કર ગુજરાતી બુક
  • સેનેટરી ઈન્સ્પેક્ટર સબ ઈન્સ્પેક્ટર ભરતી પરિક્ષા બુક (મનુભાઈ શાહ)

મિત્રો હવે તમામ વસ્તુઓનું અંગ્રેજીકરણ થઇ રહ્યું છે. ઘણા લોકો ગુજરાતી છોડી અંગ્રેજીમાં વાંચવાનું પસંદ કરે છે. નીચે આપેલી સોશ્યિલ મીડિયા લિંક ઉપર ક્લીક કરી ફોલો કરો તથા આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં મદદ કરો. જય જય ગરવી ગુજરાત.

WhatsApp Group જોઈન કરો. અહીં ક્લિક કરો.
Telegram Group જોઈન કરો. અહીં ક્લિક કરો.
Facebook Page Like કરો.અહીં ક્લિક કરો.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે Sanitary Inspector Course વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment