India Post GDS Recruitment 2022: પોસ્ટ ઓફિસમાં નોકરી મેળવવાની સોનેરી તક

India Post GDS Recruitment 2022: પોસ્ટ ઓફિસમાં નોકરી મેળવવાની સોનેરી તક । નમસ્કાર મિત્રો ઈગુજરાતી વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં આપણે પોસ્ટ ઓફિસની આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

India Post GDS Recruitment Gujarat
India Post GDS Recruitment Gujarat

India Post GDS Recruitment 2022: પોસ્ટ ઓફિસમાં નોકરી મેળવવાની સોનેરી તક

સંસ્થાનું નામભારતીય ડાક વિભાગ
જગ્યાનું નામગ્રામીણ ડાક સેવક
પોસ્ટનું નામબ્રાન્ચ પોસ્ટ માસ્ટર, મદદનીશ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ગ્રામીણ ડાક સેવક
નોટિફિકેશનની તારીખ02 મે 2022 (02-05-2022)
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ02 મે 2022 (02-05-2022)
ફોર્મ ભરવાની અંતિમ તારીખ05 જૂન 2022 (05-06-2022)
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://indiapostgdsonline.gov.in/

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ભારતીય ડાક વિભાગ ઘ્વારા 02 મે 2022 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 02 મે 2022 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 જૂન 2022 છે.

ગુજરાતમાં ભરતીની સંખ્યા:

ભારતીય ડાક વિભાગ ઘ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં પુરા ભારતમાં કુલ 38926 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. જ્યારે વાત કરીએ ગુજરાત રાજ્યની તો ગુજરાતમાં 1901 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. તમે ઇન્ડિયા પોસ્ટ ની વેબસાઈટ ઉપર તમારા તાલુકામાં કેટલી જગ્યા માટે ભરતી છે એ પણ જોઈ શકો છો .

ગુજરાતમાં કેટેગરી પ્રમાણે જગ્યાની સંખ્યા:

કેટેગરીજગ્યાની સંખ્યા
જનરલ802
ઓબીસી466
ઈડબલ્યુએસ234
એસસી78
એસટી271
પીડબલ્યુડી-એ10
પીડબલ્યુડી-બી18
પીડબલ્યુડી-સી19
પીડબલ્યુડી-ડીઈ3
કુલ જગ્યા 1901

પોસ્ટનું નામ:

મિત્રો નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડાક વિભાગ ઘ્વારા બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, મદદનીશ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ગ્રામીણ ડાક સેવક માટે અરજી મંગાવી છે.

સેલરી:

અરજી કરતા ઉમેદવારના મન માં એ સવાલ જરૂર થાય છે કે આ પોસ્ટ પર સેલરી કેટલી મળવાપાત્ર છે. તો નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ BPM એટલે કે Branch Post Master ની સેલરી 12000 રૂપિયા છે જયારે ABPM એટલે કે Assistant Branch Postmaster અને ગ્રામીણ ડાક સેવકની સેલરી 10000 રૂપિયા છે.

લાયકાત:

મિત્રો જો તમે 10 પાસ છો તો તમે મદદનીશ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ગ્રામીણ ડાક સેવક માટે અરજી કરી શકો છો અને જો તમે 12 પાસ છો તો તમે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની પોસ્ટ માટે અરજી કરી શકો છો. અરજી કરનાર વ્યક્તિને પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતી આવડતી હોવી જોઈએ તથા સાયકલ ચલાવતા ફરજિયાતપણે આવડતું હોવું જોઈએ.

વય મર્યાદા:

મિત્રો આપ જે પણ કેટેગરી માં આવતા હોય તેની વય મર્યાદા નીચે આપેલા ટેબલમાં જોઈ શકો છો.

કેટેગરીઓછામાં ઓછી વયવધુમાં વધુ વયવયમાં છૂટછાટકુલ વય
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST)1840545
અન્ય પછાત વર્ગો (OBC)1840343
આર્થિક રીતે નબળા વિભાગો (EWS)184040
વિકલાંગ વ્યક્તિઓ (PwD)18401050
વિકલાંગ વ્યક્તિઓ (PwD) + અન્ય પછાત વર્ગો (OBC)18401353
વિકલાંગ વ્યક્તિઓ (PwD) + અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST)18401555

અરજી ફી:

મિત્રો એસસી તથા એસટી કેટેગરીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ભરવાની થતી નથી જ્યારે જનરલ, ઈડબલ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 100 રૂપિયા ભરવાના રહશે.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો આ ભરતીમાં તમારી પસંદગી ધોરણ-10 તથા ધોરણ-12ના ટકાના આધારે થાય છે. ધોરણ-10 તથા ધોરણ-12માં તમારા જેટલા વધારે ટકા હશે આ ભરતીમાં નોકરી મેળવવાનો તમારો ચાન્સ એટલો જ વધારે રહશે. મિત્રો જયારે તમે આ ફોર્મ ભરો છો ત્યારે તમારે તમારી પસંદગીની પાંચ ઓફિસ સિલેક્ટ કરવાની હોય છે. આ પાંચ ઓફિસ માટે અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હોય છે. મેરીટ પ્રમાણે જે ઉમેદવારના સૌથી વધારે ટકા હશે એની પસંદગી કરી લેવામાં આવે છે.

એપ્લાય કરવા માટે વેબસાઈટની લિંક:

નોટિફિકેશન/જોબ એડવેરતાયીસમેન્ટડાઉનલોડ કરો
એપ્લાય ઓનલાઈનઅહીં ક્લિક કરો

Leave a Comment