NCC Full Form in Gujarati – NCC Meaning in Gujarati

NCC Full Form in Gujarati – NCC Meaning in Gujarati | મિત્રો શું તમે NCC શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે NCC ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

NCC Full Form in Gujarati - NCC Meaning in Gujarati
NCC Full Form in Gujarati – NCC Meaning in Gujarati

NCC Full Form in Gujarati – NCC Meaning in Gujarati

ટૂંકું નામNCC
પૂરું નામ (English)National Cadet Corps
પૂરું નામ (ગુજરાતી)રાષ્ટ્રીય લશ્કરી વિદ્યાર્થી દળ
ક્ષેત્રભારત
શ્રેણીસેના
હેતુસેના માટે ટ્રેનિંગ આપવાનો
સ્થાપના16 જુલાઈ 1948
મુખ્યમથકનવી દિલ્લી, ભારત
ડાયરેક્ટર જનરલલેફ્ટનન્ટ જનરલ શ્રી ગુરબીરપાલ સિંહ જી
સત્તાવાર વેબસાઈટhttps://indiancc.nic.in/

NCC શું છે?

NCC નું Full Form “National Cadet Corps” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “રાષ્ટ્રીય લશ્કરી વિદ્યાર્થી દળ” થાય છે. NCC એક એવી સંસ્થા છે જે આપણા દેશમાં સ્કૂલ તથા કોલેજમાં ભણતા વિધાર્થીઓને સેના ની ટ્રેનિંગ આપે છે તથા સેનામાં જવા પહેલા જ તેમને સેનાના દરેક કાયદા તથા નિયમો સારી રીતે શીખવવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો NCC ના મોટાભાગના વિદ્યાર્થીઓ સેનામાં જવા પહેલા જ એક સૈનિક તરીકે કઈ રીતે કામ કરવું તે શીખી જાય છે.

મિત્રો, આપણા દેશમાં ઘણાબધા લોકોનું સપનું ભારતીય સેનામાં જવાનું હોય છે અને તેઓ ભારતીય સેના ફક્ત નોકરી માટે નહિ પણ દેશની સેવા કરવા માટે પણ જોઈન કરે છે. અને તેના માટે દેશના લાખો યુવાનો તૈયારી કરે છે તથા તેઓ સેનાના કોઈપણ વિભાગમાં જોઈન થવા માંગે છે.

NCC ને ભારતીય સશસ્ત્ર બળ ની યુવા શાખા તરીકે પણ ઓળખવામાં આવે છે. NCC એ એક એવી શાખા છે જેમાં ભારતીય સેનાના ત્રણે અંગો જેવા કે ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના માટે એક જ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે.

NCC માં સેના સંબંધિત અનુશાશન શીખવવામાં આવે છે. ભારતના લાખો સ્કૂલો અને કોલેજોમાં NCC કામ કર રહી છે અને દર વર્ષે લાખો યુવાઓ NCC માં એડમિશન લે છે. NCC માં બાળકોએ હથિયાર કઈ રીતે ચલાવવા તે પણ શીખવામાં આવે છે.

NCC નો ઇતિહાસ શું છે?

મિત્રો, એનસીસી નો ઇતિહાસ ભારતની આઝાદી થી પણ પહેલાનો છે. NCC ની સ્થાપના અંગ્રેજોએ કરી હતી અને NCC માં ઘણા બદલાવ પણ કરવામાં આવ્યા હતા તથા તેને આપણા દેશની આઝાદી પછી NCC નું નામ આપવામાં આવ્યું હતું.

NCC એ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. ખરેખર પ્રથમ વિશ્વયુદ્વ વખતે અંગ્રેજોને વધુ સૈનિકોની ખુબ જરૂર પડી હતી અને ત્યારે અંગ્રેજોએ યુનિવર્સિટી કોડની સ્થાપના કરી હતી અને તે કલકત્તા વિશ્વવિદ્યાલયમાં ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1920 માં તેનું નામ બદલીને UTC કરી દેવામાં આવ્યું હતું. વર્ષ 1942 માં ફરી આનું નામ બદલીને UOTC કરી દેવમાં આવ્યું હતું. 16 જુલાઈ 1948 ના દિવસે NCC ની સ્થાપના કરવામાં આવી હતી.

NCC કોણ-કોણ Join કરી શકે છે?

સ્કૂલ તથા કોલેજમાં ભણતા કોઈપણ વિધાર્થી NCC Join કરી શકે છે. NCC માં ફરજીયાતપણે Join થવું જ પડે એવું જરૂરી નથી. NCC Join કરવા માટે અમુક શરતો નીચે મુજબ છે.

  • વિદ્યાર્થીની ઉંમર 13 થી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • વિધાર્થીએ NCC Join કરવા માટેનું Form ભરેલું હોવું જરૂરી છે.
  • NCC Join કરવા માટે NCC ઘ્વારા ફિજિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે.
  • જો તમારી કોલેજમાં NCC નથી તો તમે તમારા આસપાસની કોલેજમાં NCC જોઈન કરી શકો છો.
  • NCC ના બે ભાગ હોય છે જેમાં જુનિયર અને સિનિયરનો સમાવેશ થાય છે. વિધાર્થીની ઉંમર અને તે કયા ધોરણમાં અભ્યાસ કરે છે તેના અનુસાર તેનો આ બે માંથી એક ભાગમાં સમાવેશ કરવામાં આવે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

NCC વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો

NCC નું પૂરું નામ શું છે?

National Cadet Corps (રાષ્ટ્રીય લશ્કરી વિદ્યાર્થી દળ)

NCC Join કરવાનો ફાયદો શું છે?

ઘણી બધી સરકારી રાજ્ય અને કેન્દ્રીય પોલીસની નોકરીઓમાં આરક્ષણ

NCC કોણ Join કરી શકે છે?

ભારત દેશનો નાગરિક તથા શાળા અને કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી

NCC નો મુખ્ય હેતુ શું છે?

ભારતીય સેનાએ માટે સૈનિક તૈયાર કરવાનો

શું NCC માં Salary મળે છે?

હા, પણ તે ખુબ ઓછી હોય છે.

NCC ના ત્રણ પ્રકાર ક્યાં કયાં છે?

સેના, નૌકાદળ અને વાયુસેના

NCC Join કરવા માટે વયમર્યાદા કેટલી છે?

13 થી 26 વર્ષ

Leave a Comment