BHMS Full Form in Gujarati | BHMS Meaning in Gujarati

BHMS Full Form in Gujarati | BHMS Meaning in Gujarati – નમસ્કાર મારા ગુજરાતીઓ, શું તમે BHMS વિશે ક્યાંક સાંભળ્યું છે અને તમારા મનમાં આ કોર્સ વિષે ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે તો તમે બિલકુલ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આ એક લેખ માં તમને BHMS વિશે બધીજ માહિતી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી માં આપવામાં આવશે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

BHMS Full Form in Gujarati - BHMS Meaning in Gujarati
BHMS Full Form in Gujarati – BHMS Meaning in Gujarati

BHMS શું છે?

BHMS નું Full Form “Bachelor of Homeopathic Medicine and Surgery” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “હોમિયોપેથિક દવા અને સર્જરીના સ્નાતક” છે. આ મેડિકલ ફિલ્ડ નો એક સ્નાતક કોર્સ છે. જે લોકો હોમિયોપેથિક દવા ના ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે તેમના માટે આ કોર્સ બેસ્ટ છે.

સમયગાળો

આ કોર્સનો સમયગાળો 5.5 વર્ષનો હોય છે જેમાં પહેલા 4.5 વર્ષ તમને કોલેજ કે યુનિવર્સિટીમાં થિયરી ભણાવવામાં આવે છે જયારે અંતિમ 1 વર્ષ Internship કરાવવામાં આવે છે.

યોગ્યતા

આ કોર્સ કરવા માટે તમારે ધોરણ 12 સાયન્સ બાયોલોજી સ્ટ્રીમ થી પાસ કરેલું હોવું જરૂરી છે. અમુક કૉલેજ એડમિશન માટે ધોરણ 12 માં ઓછમાં ઓછા 50 ટકાનો માપદંડ રાખી શકે છે તો અમુક કૉલેજ બીએચએમએસ કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે.

ફી

આ કોર્સની ફી તમારી કોલેજ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે સરકારી કોલેજથી આ કોર્સ કરો છો તો તમારે ખુબજ ઓછી ફી ભરવાની થાય છે જયારે તમે આ કોર્સ પ્રાઇવેટ કોલેજથી કરો છો તો તમારે અંદાજે રૂપિયા 1,00,000 થી લઈને 3,50,000 સુધી ફી ભરવી પડી શકે છે.

Top 5 Best BHMS Colleges in Gujarat

અહીં અમે બીએચએમએસ માટે ગુજરાતની ટોપ પાંચ કોલેજનું લિસ્ટ બનાવ્યું છે.

  1. Parul University, Vadodara
  2. P P Savani University, Surat
  3. Shree Swaminarayan Homoeopathy College, Kalol
  4. Noble Group of Institution (NGI) Junagadh
  5. Swarrnim Startup & Innovation University, Gandhinagar

List of Government BHMS Colleges in Gujarat

અહીં અમે બીએચએમએસ માટે ગુજરાતની સરકારી કોલેજનું લિસ્ટ બનાવ્યું છે.

  1. Government Homoeopathic Medical College & Hospital, Dethali, Siddhpur
  2. Jay Jalaram Homoeopathic Medical College & Hospital, Morva
  3. Gandhinagar Homoeopathy Medical College, Gandhinagar
  4. Ahmedabad Homeopathic Medical College, Bopal
  5. Baroda Homeopathic Medical College, Sevasi

નોકરીના પદ

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ પદ પર નોકરી મેળવી શકો છો.

  • ખાનગી પ્રેક્ટિશનર
  • જાહેર આરોગ્ય નિષ્ણાત
  • લેક્ચરર
  • શિક્ષક
  • હોમિયોપેથિક ડોક્ટર

નોકરીના ક્ષેત્ર

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો.

  • એનજીઓ
  • ક્લિનિક્સ
  • તાલીમ સંસ્થાઓ
  • દવાખાનાઓ
  • નર્સિંગ હોમ્સ
  • ફાર્મસી
  • મેડિકલ કોલેજો
  • સંશોધન સંસ્થાઓ
  • હેલ્થકેર સમુદાય
  • હોમિયોપેથિક દવાની દુકાનો
  • હોસ્પિટલ્સ

પગારધોરણ

આ કોર્સ પૂર્ણ કર્યા પછી તમે કઈ જગ્યા અને કયાં પદ પર કામ કરો છો એના ઉપર તમારી સેલરી ડિપેન્ડ કરે છે. તમને અંદાજે 15,000 થી લઈને 50,000 સુધીની સેલરી મળી શકે છે. આ ફિલ્ડમાં તમારો અનુભવ જેટલો વધારે હશે એટલી વધુ સેલરી મળી શકે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે BHMS Course વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment