આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 । IKhedut Pashupalan Yojana 2023

આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 । IKhedut Pashupalan Yojana 2023 – મિત્રો આપણો ભારત એ એક કૃષિપ્રધાન દેશ છે અને આપણા દેશના મોટાભાગના લોકો ખેતી તથા પશુપાલન કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે તથા તેમનો મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી તથા પશુપાલન છે.

આ ખેડૂતો તથા પશુપાલકો ની આવક વધારવા તથા તેમને સહન કરવી પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર અલગ અલગ યોજના ઘ્વારા ખેડૂતોને તથા પશુપાલકોને લાભ તથા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.

મિત્રો તમને ખબર જ છે તે પ્રમાણે આપણા ગુજરાત રાજ્યમાં ખેડૂતો તથા પશુપાલકોની યોજના તથા માહિતી માટે ગુજરાત રાજ્યની સરકાર ઘ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. આ પોર્ટલનું નામ આઈ ખેડૂત પોર્ટલ છે. આ પોર્ટલ ઉપર ખેડૂત તથા પશુપાલન સંબંધિત તમામ યોજનનું લિસ્ટ છે. આ પોર્ટલ ઉપર આપણા ગુજરાત રાજ્યનો ખેડૂત તથા પશુપાલક મિત્ર ઓનલાઇન અરજી કરી યોજનાનો લાભ લઇ શકે છે.

આજના આ લેખમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પર ગુજરાત રાજ્યના પશુપાલકો માટે લોન્ચ કરવામાં આવેલી તમામ યોજના વિષે માહિતી મેળવશું તો અમારી તમને વિનંતી છે કે તમે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલકો માટે કુલ 31 યોજના છે જેમાં દરેક યોજના અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે પણ અમે આજના આ લેખમાં યોજનાની માહિતી ફક્ત યોજનાના નામ સાથે જણાવી છે એટલે કે કેટેગરી પ્રમાણે અલગ અલગ યોજના દર્શાવી નથી. જો આપણે ઉદાહરણ થી સમજીએ તો આઈ ખેડૂત પોર્ટલ પર બકરાં એકમ માટેની યોજના એસટી માટે અલગ, એસસી માટે અલગ તથા સામાન્ય જાતિ માટે અલગ છે પણ ત્રણેય ને સહાય એક સમાન આપવામાં આવે છે એટલે અમે ત્રણેય કેટેગરી માટે અલગ અલગ યોજના દર્શાવવા કરતા ફક્ત એક જ યોજના દર્શાવી છે.

યોજનનનું નામઆઈ ખેડૂત પશુપાલન યોજના
વિભાગપશુપાલન
સરકારગુજરાત સરકાર
લાભએસસી/એસટી, આર્થિક રીતે નબળા વર્ગ તથા સામાન્ય જાતિના પશુપાલકોને
યોજનનો હેતુપશુપાલકોને આર્થિક મદદ, પ્રોત્સાહન તથા સ્વરોજગાર માટે
અરજી કરવા માટે પોર્ટલનું નામIKhedut Portal
અરજી કરવા માટે વેબસાઈટનું નામhttps://ikhedut.gujarat.gov.in/
આઈ ખેડૂત પશુપાલન યોજના - IKhedut Pashupalan Yojana
આઈ ખેડૂત પશુપાલન યોજના – IKhedut Pashupalan Yojana

Table of Contents

આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 । IKhedut Pashupalan Yojana 2023

ક્રમાંકયોજનાનું નામ
1પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય યોજના
2પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય યોજના
3મરઘાંપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેન્ડની યોજના
4મહિલા લાભાર્થીઓને બકરાં એકમ માટે સહાય યોજના
5પશુ રહેણાંક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા માટે સહાય યોજના
6એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે પશુપાલકોને 12% વ્યાજ સહાય યોજના
7રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહના આયોજન માટેની યોજના
8ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય યોજના
9ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય યોજના
10શુદ્ધ સંવર્ધન ઘ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કુત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના
11સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

મિત્રો તમામ યોજનાની લિસ્ટ જોયા બાદ હવે આપણી તમામ યોજનાની વિગતવાર જાણકારી મેળવીએ.

1. પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય યોજના

આ યોજના અંતર્ગત પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર ખરીદ કિંમતનાં 75% અથવા રૂપિયા 18,000 બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર રહેશે. આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ, અનુસચિત જનજાતિ તથા સામાન્ય જાતિના પશુપાલકો લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલક લાભાર્થીએ સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી પાવર ડ્રીવન ચાફકટર ખરીદવાનું રહેશે.

2. પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય યોજના

આ યોજના હેઠળ ગુજરાતના તમામ પશુપાલકો જેમ કે એસસી/એસટી, ઓબીસી તથા સામાન્ય જાતિના પશુપાલકોને પશુપાલક દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણદાણ પર 50% રકમની સહાય ચુકવવામાં આવે છે. આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ પશુપાલકનો આધારકાર્ડ, રાશનકાર્ડ, જાતિનો દાખલો, પશુપાલક વિયાણ થયેલ પશુઓ ધરાવતો હોવો જોઈએ તથા દૂધ મંડળી ખાતે સભાસદ હોવો જોઈએ.

3. મરઘાંપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેન્ડની યોજના

આ યોજના અંતર્ગત પશુપાલકોને મરઘાંપાલન કઈ રીતે કરવું તેની તાલીમ લેવા બદલ ગુજરાત સરકાર તરફથી અમુક રકમ સ્ટાઈપેન્ડ તરીકે ચુકવવામાં આવે છે. આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ જાતિનો દાખલો, આધારકાર્ડ, રાશનકાર્ડ વગેરે રહેશે. આ યોજનાનો લાભ ગુજરાતમાં તમામ જાતિના પશુપાલાઓ લઇ શકશે.

4. મહિલા લાભાર્થીઓને બકરાં એકમ માટે સહાય યોજના

આ યોજના અંતર્ગત એસસી/એસટી તથા સામાન્ય કેટેગરીની મહિલાને બકરા એકમ માટે રૂપિયા 90,000 ના 50% અથવા મહત્તમ રૂપિયા 45,000 બે માંથી જે ઓછું હોય એ મળવાપાત્ર રહેશે. આ યોજના માં તમામ કેટેગરીના લોકોએ આઈ ખેડૂત પોર્ટલ પર પોતાની કેટેગરી અનુસાર ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.

5. પશુ રહેણાંક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા માટે સહાય યોજના

આ યોજના અંતર્ગત પશુઓના રહેણાંક માટે કેટલ શેડઅને પાણીની ટાંકી બનાવવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજના તમામ પશુપાલકોને મળવાપાત્ર રહેશે. આ યોજનામાં પશુપાલકોને કુલ ખર્ચના 75% અથવા વધુમાં વધુ રૂપિયા 30,000 નો લાભ મળશે. આ યોજનાનો લાભ ગાય અને ભેંસ ફક્ત બંને પ્રકારના પશુ માટે જ મળવાપાત્ર રહેશે.

6. એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે પશુપાલકોને 12% વ્યાજ સહાય યોજના

આ યોજના રાજ્યના તમામ પશુપાલકોને મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત પશુપાલકે પશુપાલન માટે લીધેલ લોન પર 12% વ્યાજની સહાય આપવામાં આવે છે. પશુપાલન સિવાય અન્ય કોઈ હેતુ માટે આ યોજનાનો લાભ મળશે નહિ. આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર પોતે કે પરિવારના સભ્ય જમીન ધરાવતો હોવો જોઈએ.

7. રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહના આયોજન માટેની યોજના

આ યોજના અંતર્ગત રાજ્યના શ્રેષ્ઠ પશુપાલકને તાલુકા કક્ષાએ પ્રથમ વ્યક્તિને રૂપિયા 5,000 તથા દ્વિતીય વ્યક્તિને રૂપિયા 3,000 તેમજ જિલ્લા કક્ષાએ પ્રથમ વ્યક્તિને રૂપિયા 7,000 તથા દ્વિતીય વ્યક્તિને રૂપિયા 5,000 તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ વ્યક્તિને રૂપિયા 15,000 તથા દ્વિતીય વ્યક્તિને રૂપિયા 10,000 ની સહાય આપવામાં આવે છે. વિજેતા પશુપાલક 3 વર્ષ સુધી ફરીથી અરજી કરી શકશે નહિ.

8. ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય યોજના

આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં સહકારી મંડળીઓ માટે દૂધઘરની સ્થાપના માટે સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ ગુજરાતના તમામ પશુપાલકોને મળવાપાત્ર રહેશે. આ યોજનામાં એકમ કિંમત 10 લાખ સુધી કે ખરેખર થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના 50% ની મર્યાદામાં ચુકવામાં આવશે. આ યોજનામાં વધુમાં વધુ લાભ 5,00,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે.

9. ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય યોજના

આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં સમાવેશ થતી ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માં પણ એવી મંડળીઓ કે જેમાં 50% કે તેથી વધુ મહિલા સભાસદ હોય તેમને એકમ કિંમત રૂપિયા 10 લાખ અથવા બાંધકામ માટે થયેલ કુલ ખર્ચના 50% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 4,50,000 બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ આજીવન એક વખત જ લઇ શકાશે.

10. શુદ્ધ સંવર્ધન ઘ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કુત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના

આ યોજનામાં ગુજરાતના પશુપાલકો ને તેમની દેશી ગાયમાં કુત્રિમ બીજદાન કરાવી શુદ્ધ દેશી ઓલાદની જન્મેલી વાછરડી પર રૂપિયા 3,000 ની સહાય ચુકવવામાં આવશે. આ યોજનાનો લાભ ગુજરાતના દરેક પશુપાલક લઇ શકે છે. આ યોજના લાગુ કરવાનો મુખ્ય હેતુ ગીર તથા કાંકરેજ ઓલાદની ગાયોની સંખ્યા વધારવાનો છે.

11. સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

આ યોજનામાં 12 દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ લોન પર 5 વર્ષ સુધી જનરલ કેટેગરીના લોકોને 7.5% વ્યાજની સહાય તથા અન્ય એસસી/એસટી તેમજ મહિલા પશુપાલક ને 8.5% વ્યાજની સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ રિઝર્વ બેંક માન્યતા પ્રાપ્ત સંસ્થા કે બેંક માંથી લીધેલ લોન પર જ મળવાપાત્ર રહેશે. દર વર્ષે સરકાર ઘ્વારા આ યોજના માટે એક લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે અને તે લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ કોઈ પણ પશુપાલક ફોર્મ ભરી શકશે નહિ.

આઈ ખેડૂત પશુપાલન યોજના માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

  1. સૌ પ્રથમ તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે ટેબલેટમાં ગૂગલ ઓપન કરી “IKhedut Portal” લખી સર્ચ કરો. તમે ડાયરેક્ટ https://ikhedut.gujarat.gov.in/ પર પણ જઈ શકો છો.
  2. ત્યારબાદ તમને સર્ચ રિઝલ્ટમાં જે પ્રથમ લિંક દેખાશે તેના ઉપર ક્લિક કરો.
  3. હવે આઈ ખેડૂત પોર્ટલ ખુલી જશે, ત્યારબાદ જમણી બાજુ “વિવિધ યોજનામાં અરજી કરો” લખેલું હશે એના ઉપર ક્લિક કરો.
  4. હવે અલગ અલગ 5 વિભાગો આવી જશે એમાંથી તમે જે વિભાગની યોજનાનો લાભ લેવા માંગો છો એના પર ક્લીક કરો.
  5. હવે તમામ યોજનાની લિસ્ટ આવી જશે. તેમાંથી તમે જે યોજના માટે અરજી કરવા માંગો છો તેની જમણી બાજુ “અરજી કરો” લખેલ બટન પર ક્લિક કરો.
  6. હવે તમે તમારું નામ, એડ્રેસ વગેરે તમામ ડિટેઇલ ભરી ખુબ જ સરળતાથી ઓનલાઇન અરજી કરી શકશો.

તમારે આ પણ અવશ્ય વાંચવું જોઈએ:

IKhedut Pashupalan Yojana વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો

IKhedut Portal ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://ikhedut.gujarat.gov.in/

IKhedut Portal પર પશુપાલન માટે કુલ કેટલી યોજના છે?

31

IKhedut Portal પર અરજી કઈ રીતે કરવાની હોય છે?

ઓનલાઇન

IKhedut Portal નો Helpline Number કયો છે?

18001801551

અંતિમ શબ્દો:

મિત્રો આજના આ લેખમાં આપણે આઈ ખેડૂત પશુપાલન યોજના વિશે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

[નોંધ: મિત્રો ઉપર દર્શાવેલી યોજનાની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે તેથી તમારે અરજી કરતા પહેલા જે તે યોજનાની તમામ માહિતી સત્તાવાર વેબસાઈટ ઉપરથી જાણી લેવા વિનંતી]

Leave a Comment