Bhojan Bill Sahay Yojana: શાળા/કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે રૂ. 15,000 ની સહાય

Bhojan Bill Sahay Yojana: શાળા/કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે રૂ. 15,000 ની સહાય । આજના આ લેખમાં આપણે ભોજન બિલ સહાય યોજનાની વાત કરવાના છે જેમાં તમને વાર્ષિક 15000 ની સહાય આપવામાં આવે છે. હાલ આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે તો આના વષે સંપૂર્ણ માહિતી મેળવીયે આ લેખમાં તો ચાલો શરુ કરીયે.

Bhojan Bill Sahay Yojana - ભોજન બિલ સહાય યોજના
Bhojan Bill Sahay Yojana – ભોજન બિલ સહાય યોજના

Bhojan Bill Sahay Yojana: શાળા/કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે રૂ. 15,000 ની સહાય

યોજનનું નામભોજન બિલ સહાય યોજના
સંસ્થાગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
રાજ્યગુજરાત
સહાયની રકમ15,000
હેતુબિન અનામત વર્ગના વિદ્યાર્થોના ભોજન બિલ સહાય માટે

ભોજન બિલ સહાય યોજના શું છે?

આ Gujarat Unreserved Educational & Economical Development Corporation એટલે કે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની એક યોજના છે જેમાં પોતાના ઘરથી દૂર રહી એટલે કે છાત્રાલય/હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતા બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેઓ સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ અભ્યાસ કરે છે તેમને ભોજન બિલ પેટે ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦ ની સહાય આપવામાં આવે છે.

ભોજન બિલ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

આ યોજનાનો લાભ લેવા તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • એલસી અથવા જન્મનું પ્રમાણપત્ર
  • ઘરવેરા ની રશીદ
  • હોસ્ટેલમાં માસિક ભોજન બિલ ભરેલ અથવા ભરવાપાત્ર હોય તેના પુરાવા
  • શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ
  • ધોરણ-12 અથવા છેલ્લી માર્કશીટ
  • બેંક પાસબુકની ઝેરોક્ષ
  • હોસ્ટેલ ટ્રસ્ટ/સમાજ અથવા સંસ્થા દ્વારા સંચાલિત છે તેનો પુરાવો

આવક મર્યાદા:

આ યોજનનો લાભ લેવા માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક 4.50 લાખ રૂપિયા થી ઓછી હોવી જરૂરી છે.

ભોજન બિલ સહાય યોજના નું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય?

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ઓપન કરો અને તેમાં “Gueedc” લખી સેર્ચ કરો.
  • સર્ચ રિઝલ્ટમાં પ્રથમ લિંક ઉપર ક્લિક કરો.
  • હવે જમણી બાજુ આપેલ “Apply Now” બટન ઉપર ક્લિક કરો.
  • હવે બધી યોજનાના નામ આવી જશે તો ભોજન બિલ સહાય યોજનાની બાજુમાં આપેલ બટન પાર ક્લિક કરો.
  • હવે નવું રેજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન કાર્ય બાદ આઈડી અને પાસવર્ડ લખી લોગીન કરો.
  • હવે તમારે તમારી તમામ વિગતો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • હવે તમારે તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • કન્ફર્મ કર્યા બાદ તમારી અરજી સફળતા પૂર્વક સબમિટ થઈ જશે.

તમારે આ પણ અવશ્ય વાંચવું જોઈએ:

પંડિત દીનદયાળ આવાસ યોજના
Digital Gujarat Scholarship
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
યોજનાની જાણકારી માટે અહીં ક્લિક કરો
ઈ-ગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

ભોજન બિલ સહાય યોજના વિષે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

ભોજન બિલ સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦

ભોજન બિલ સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે?

બિન અનામત વર્ગના ઘરથી દૂર રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

ભોજન બિલ સહાય યોજનાનો હેલ્પ લાઈન નંબર શું છે?

07923258688, 07923258684

ભોજન બિલ સહાય યોજના માટે કઈ વેબસાઈટ પાર અરજી કરવાની છે?

www.gueedconline.gujarat.gov.in

Conclusion

મિત્રો આજે આપણે ભોજન બિલ સહાય યોજના વિષે જાણકારી પ્રાપ્ત કરી. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment