GPSC Full Form in Gujarati | GPSC Meaning in Gujarati

GPSC Full Form in Gujarati | GPSC Meaning in Gujarati – મિત્રો શું તમે GPSC શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે GPSC ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

GPSC Full Form in Gujarati | GPSC Meaning in Gujarati

GPSC Full Form in Gujarati | GPSC Meaning in Gujarati

ટૂંકું નામGPSC
પૂરું નામ (English)Gujarat Public Service Commission
પૂરું નામ (ગુજરાતી)ગુજરાત જાહેર સેવા આયોગ
પ્રકારભર્તી બોર્ડ
પરીક્ષા વર્ગ1,2 અને 3
ઉદેશ્યઉમેદવારની પસંદગી
મુખ્યમથકગાંધીનગર, ગુજરાત
હાલના ચેરમેનશ્રી નલિન ઉપાધ્યાય
ક્ષેત્રગુજરાત
સત્તાવાર વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in/

GPSC શું છે?

GPSC Full Form “Gujarat Public Service Commission” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “ગુજરાત જાહેર સેવા આયોગ” થાય છે. GPSC ની સ્થાપના ભારતના સંવિધાનના આર્ટિકલ 315(1) અનુસાર 1 મેં 1960ના રોજ કરવામાં આવી હતી.

GPSC નું કામ ગુજરાત રાજ્યમાં નાગરિક સેવા માટે મેરીટ અનુસાર અરજદારોની પસંદગી કરવાનું છે. GPSC ની સત્તાવાર વેબસાઈટ gpsc.gujarat.gov.in છે. મિત્રો GPSC ઘ્વારા વર્ષ દરમિયાન લેવાનાર પરીક્ષાનું કેલેન્ડર પહેલાથી જ બહાર પાડી દેવામાં આવે છે.

GPSC પરીક્ષા આપવા માટે જરૂરી લાયકાત શું છે?

મિત્રો, જીપીએસસીની પરીક્ષા આપવા માટે જેટલી પણ જરૂરી લાયકાત છે તે નીચે મુજબ છે.

  • ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • ઉમેદવાર ની ઉમર ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ.
  • ઉમેદવારે કોઈ પણ કોર્સ કે માધ્યમ થી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.
  • ઉમેદવારને સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતી આવડતી હોવી જોઈએ.
  • ઉમેદવારને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ.
  • વધુમાં વધુ વયમર્યાદા 35 વર્ષ રહેશે. એસસી/એસટી તથા ઓબીસી ને આરક્ષણ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળશે.

GPSC ઘ્વારા કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરાય છે?

GPSC ઘ્વારા વર્ગ-1, વર્ગ-2 તથા વર્ગ-3 ની અલગ અલગ પોસ્ટ માટે પરીક્ષાનું આયોજન તથા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. આ તમામ પોસ્ટના નામ નીચે મુજબ છે.

  • નાયબ વિભાગ અધિકારી/નાયબ મામલતદાર
  • કાયદા અધિકારી
  • મદદનીશ ઈજનેર
  • ગ્રંથપાલ
  • ગુજરાત વહીવટી સેવા
  • ચીફ ઓફિસર
  • મ્યુનિસિપલ એકાઉન્ટ્સ ઓફિસર
  • વેટરનરી ઓફિસર
  • મદદનીશ વન સંરક્ષક
  • બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસર
  • ભૂસ્તરશાસ્ત્રી
  • નર્સિંગ ઓફિસર
  • મહિલા અને બાળ અધિકારી
  • ટીબી અને છાતીના રોગના નિષ્ણાત
  • સંશોધન અધિકારી
  • મેનેજર
  • વિકિરણ ચિકિત્સક
  • તથા અન્ય

GPSC ની Exam Pattern કઈ રીતે છે?

મિત્રો, જીપીએસસીની પરીક્ષા પ્રક્રિયા યુપીએસસી જેવી જ છે. જીપીએસસીમાં ઉમેદવારની પસંદગી ત્રણ પરીક્ષા પાસ કર્યા બાદ થાય છે જેની માહિતી નીચે મુજબ છે.

પરીક્ષા 1: Preliminary Exam

  • આ પરીક્ષા કુલ 400 ગુણ ની હોય છે.
  • આ પરીક્ષામાં 200-200 ગુણ ના બે પેપર લેવામાં આવે છે.
  • બંને પેપરના નામ General Studies-1 તથા General Studies-2 છે.
  • આ બંને પેપરના તમામ પ્રશ્નો MCQ પ્રકારના હોય છે.
  • આ પરીક્ષા તમે ગુજરાતી તથા અંગ્રેજી કોઈ પણ ભાષામાં આપી શકો છો.
  • મિત્રો આ ફક્ત એક લાયકાત પરીક્ષા છે જે તમારે પાસ કરવી જરૂરી છે. આના માર્ક્સ તમારા મેરીટમાં ગણાશે નહિ. આ ફક્ત એન્ટ્રી લેવલની પરીક્ષા છે.

પરીક્ષા 2: Mains Exam

  • આ પરીક્ષા કુલ 900 ગુણ ની હોય છે.
  • આ પરીક્ષામાં 150-150 ગુણના કુલ 6 પેપર લેવામાં આવે છે.
  • દરેક પપેરના નામ ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, General Studies-1, General Studies-2 તથા General Studies-3 છે.
  • આ પરીક્ષાના તમામ પ્રશ્નો લેખિત પ્રકારના હોય છે.
  • આ પરીક્ષા તમે ગુજરાતી તથા અંગ્રેજી કોઈ પણ ભાષામાં આપી શકો છો.
  • જો તમે અંગ્રેજી ભાષા પસંદ કરો છો તો પણ તમારે ગુજરાતીનું પેપર ગુજરાતી ભાષામાં જ આપવાનું રહેશે.

પરીક્ષા 3: Interview

  • જો તમે Mains Exam પાસ કરી લો છો તો તમને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે.
  • ઈન્ટરવ્યુંમાં તમને તમારા વિષે, તમારા પરિવાર વિષે, ભારત તથા વિશ્વ તથા અન્ય વસ્તુ પૂછી શકે છે.
  • આ ઇન્ટરવ્યુના કુલ ગુણ 100 રહેશે.

GPSC ની તૈયારી કઈ રીતે કરવી?

  • મિત્રો જીપીએસસીની તૈયારી કરતા પહેલા જીપીએસસી શું છે, જીપીએસસી એક્ષામ પેટર્ન , જીપીએસસી એક્ષામ સિલેબસ નો સંપૂર્ણ અભ્યાસ કરી લેવો.
  • ત્યારબાદ જો તમને ગુજરાતીમાં તૈયારી કરવી ગમે તો GCERT અને હિન્દી અથવા અંગ્રેજીમાં તૈયારી કરવી ગમે તો NCERT વાંચી લેવી જોઈએ.
  • મોટા ભાગના સફળ થયેલા લોકોના મતે પ્રીલીમ અને ઇન્ટરવ્યૂ ની તૈયારી કરવા કરતા મૈન એક્ષામ ની તૈયારી પર ફોકસ કરવું.
  • પ્રિલીમ અને મૈન નો અભ્યાસક્રમ લગભગ સરખો જ છે. જો તમે મૈન ની તૈયારી કરશો તો એની સાથે જ તમારી પ્રિલીમ ની તૈયારી પણ થઇ જશે.

GPSC ની પરીક્ષા કેટલી વખત આપી શકાય છે?

UPSC ની જેમ GPSC માં પરીક્ષા આપવાની કોઈ મર્યાદા નક્કી કરેલ નથી. 35 વર્ષ સુધી તમે જેટલી વખત ઈચ્છો એટલી વખત આ પરીક્ષા આપી શકો છો.

GPSC વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો:

GPSC નું ફુલ ફોર્મ શું છે?

Gujarat Public Service Commission

12 પાસ પછી GPSC ની તૈયારી થઇ શકે છે?

ના, GPSC ઘ્વારા મોટા ભાગની પરીક્ષા ગ્રેજ્યુએશન લેવલ પર લેવામાં આવે છે.

GPSC ની સ્થાપના ક્યારે થઇ હતી?

1 મેં 1960

GPSC ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

www.gpsc.gujarat.gov.in

GPSC ના ચેરમેન કોણ છે?

શ્રી નલિન ઉપાધ્યાય (આઈએએસ)

GPSC ની પરીક્ષા કોણ આપી શકે છે?

સ્નાતક થયેલ વ્યક્તિ

GPSC પરીક્ષા માટે વયમર્યાદા કેટલી છે?

ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 35

GPSC ની તૈયારી રીતે કરવી?

GCERT વાંચ્યા પછી Main Exam પર ધ્યાન આપવું

શું GPSCમાં Negative Marking છે

ના

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

અંતિમ શબ્દો:

મિત્રો આજના આ લેખમાં આપણે GPSC વિશે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment