EWS Full Form in Gujarati | EWS Meaning in Gujarati

EWS Full Form in Gujarati | EWS Meaning in Gujarati – મિત્રો શું તમે EWS શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે EWS ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

EWS Full Form in Gujarati - EWS Meaning in Gujarati

EWS Full Form in Gujarati | EWS Meaning in Gujarati

ટૂંકું નામEWS
પૂરું નામ (English)Economically Weaker Sections
પૂરું નામ (ગુજરાતી)આર્થિક રીતે નબળા વિભાગો
ક્ષેત્રભારત
શ્રેણીઆરક્ષણ
વિકિપીડિયાEWS

EWS શું છે?

EWS Full Form “Economically Weaker Sections” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “આર્થિક રીતે નબળા વિભાગો” થાય છે.

થોડા સમય પહેલા જ સરકારે એક નિયમ પાસ કર્યો છે જેમાં General Category અથવા સવર્ણ જાતિ જેને કોઈ પણ પ્રકારના આરક્ષણનો ફાયદો મળતો નથી એમાં જે વ્યક્તિ અથવા પરિવાર આર્થિક રીતે કમજોર છે તેની એક અલગ Category બનાવવામાં આવી છે જેને EWS ના નામે ઓળખવામાં આવે છે.

આ કેટેગરીના લોકોને સરકાર તરફથી 10 ટકા અનામતનો લાભ મળે છે. EWS કેટેગરીમાં એવા લોકોના સમાવેશ થાય છે જેની પાસે EWS સિર્ટીફીકેટ ઉપલબ્ધ છે.

EWS Certificate બનાવવા માટે યોગ્યતા શું છે?

EWS Certificate બનાવવા માટે શહેર અને ગામ બંનેની યોગ્યતા અલગ અલગ હોય છે. જો તમે ગામડામાં રહો છો તમે જે મકાનમાં રહો છો તે ઘરનો એરિયા 200 ચોરસ ગજ થી વધુ ન હોવો જોઈએ અને મકાનનો અંદરનો ભાગ 1000 ચોરસ ફીટ થી વધુ ન હોવો જોઈએ.

જો તમારી પાસે ખેતીલાયક જમીન છે તો તે 5 એકડથી વધુ ન હોવી જોઈએ તથા તમારા આખા પરિવારની આવક 8 લાખ થી વધુ ન હોવી જોઈએ.

જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો ઉપરની તમામ શરતો સરખી જ છે અને ફક્ત એક શરત અલગ છે જે તમે જે મકાનમાં રહો છો એ ઘરનો એરિયા 100 ચોરસ ગજ થી વધુ ન હોવો જોઈએ.

આ અનામતનો ફાયદો ફક્ત General Category ના લોકો જ લઇ શકે છે. જો કોઈ વ્યક્તિ SC/ST તથા OBC તથા અન્ય આરક્ષણ નો લાભ લે છે તો તે વ્યક્તિને EWS નો લાભ લઇ શકશે નહિ.

EWS માટે પરિવારની આવકની ગણતરી કઈ રીતે કરવી?

જે તમારો રાશન કાર્ડ છે એમાં જેટલા વ્યક્તિઓ છે એમાંથી જેટલા વ્યક્તિઓ કમાય છે તેમની આખા વર્ષની આવક 8 લાખ થી વધુ ના હોવી જોઈએ. આ આવક તમામ વ્યક્તિઓની આવકનો સરવાળો હોય છે. જો તમારો કોઈ ભાઈ છે અને એનો રાશનકાર્ડ અલગ છે તો એની આવક તમારા EWS Certificate માટે ગણતરી થશે નહિ.

EWS ના પ્રકાર

  1. Central Government EWS
  2. State Government EWS

દરેક રાજ્યના EWS Certificate અલગ અલગ હોય છે. જો કોઈ વ્યક્તિ કેન્દ્ર સરકાર તરફથી EWS Certificate કઢાવશે તો તે રાજ્યમાં પણ માન્ય ગણાશે પણ જો તમે રાજ્ય સરકાર તરફથી EWS Certificate કઢાવશો તો તે કેન્દ્રમાં માન્ય ગણાશે નહિ.

EWS Certificate કઢાવવા માટે કયા કયા Document ની જરૂર પડે છે?

  • રાશન કાર્ડ
  • પિતાનો આધારકાર્ડ
  • પિતાનો પાનકાર્ડ
  • ખેતી હોય તો તેની નકલ
  • રહેઠાણનો દાખલો
  • જાતિનો દાખલો
  • તમારો પોતાનો આધારકાર્ડ
  • 50 રૂપિયાનું સ્ટેમ્પ પેપર (આ તમે વકીલ પાસે કઢાવી શકો છો)

EWS Certificate કેટલા સમય સુધી માન્ય રહેશે?

દરેકના મનમાં આ પ્રશ્ન જરૂર ઉદ્ભવે છે કે EWS Certificate કેટલા સમય સુધી માન્ય રહેશે તો તમને અમે જણાવી દઈએ કે આ પ્રમાણપત્ર ફક્ત 1 વર્ષ માટે માન્ય રહેશે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

EWS વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો

EWS નું પૂરું નામ શું છે?

Economically Weaker Section

EWS નો ફાયદો શું છે?

General Category માં આવતા આર્થિક રીતે નબળા પરિવારોને સરકારી યોજના તથા ભરતીમાં 10% આરક્ષણ

EWS માં કોનો સમાવેશ થાય છે?

સામાન્ય જાતિથી આવતા આર્થિક રીતે નબળા પરિવારો જેમની વાર્ષિક આવક 8 લાખ થી ઓછી છે.

EWS Certificate કઈ રીતે બનાવી શકાય છે?

મામલતદાર કચેરીએ થી

EWS Certificate કેટલા સમય સુધી માન્ય ગણાશે?

1 વર્ષ

EWS ને કેટલા ટકા અનામત પ્રાપ્ત થયેલું છે?

10%

અંતિમ શબ્દો:

મિત્રો આજના આ લેખમાં આપણે EWS વિશે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment