ED Full Form in Gujarati । ED નું ફુલ ફોર્મ શું છે?

ED Full Form in Gujarati । Enforcement Directorate Meaning in Gujarati | ED નું ફુલ ફોર્મ શું છે – હાલ દેશમાં ઈડી ની ખુબજ ચર્ચા થઈ રહી છે. દિવસે ને દિવસે અલગ અલગ પાર્ટીના નેતા, વ્યાપારી તથા અન્ય લોકોની જગ્યાઓ પર ઈડી ના છાપા પડી રહ્યા છે. તમે પણ સમાચાર કે છાપામાં ઈડી વિષે સાંભળ્યું કે વાંચ્યું છે અને તમારા મનમાં ઈડી ના સંબંધિત સવાલો ઉઠી રહ્યા છે તો તમે સટીક જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં તમને ઈડી વિષે સંપૂર્ણ માહિતી જાણવા મળશે.

ED Full Form in Gujarati
ED Full Form in Gujarati

ED Full Form in Gujarati । ED નું ફુલ ફોર્મ શું છે?

ટૂંકું નામED
પૂરું નામ (English)Enforcement Directorate
પૂરું નામ (ગુજરાતી)અમલીકરણ નિયામકની કચેરી
ક્ષેત્રસરકારી
વિકિપીડિયાED

Enforcement Directorate (ED) શું છે?

આ એક કેન્દ્રીય તપાસ સંસ્થા છે. આ સંસ્થા Money Laundering એટલે કે પૈસા ની અવૈદ્ય હેરાફેરી તથા Violation of Foreign Exchange Law એટલે કે વિદેશી વિનિમય કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો તથા સંસ્થા પર કારવાઈ કરે છે.

Money Laundering માં કાળું ધન હોય છે તેને ગેરકાયદાકીય રીતે હવાલા તથા અન્ય રીતે વિદેશોમાં મોકલવામાં આવે છે. તથા ત્યાં તેના નાના નાના ટુકડાઓ કરીને ત્યાંની સેલ કંપનીમાં વહેંચી દેવામાં આવે છે.

પછી ત્યાંની સેલ કંપનીઓ ઘ્વારા તે પૈસા ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ ના રૂપમાં લાવવામાં આવે છે. જયારે તે પૈસે ગયા હતા ત્યારે તે કાળું ધન હતું પણ જયારે તે પાછું ભારતમાં લાવવામાં આવે ત્યારે તે સફેદ ધન થઇ જાય છે. આના લીધે દેશની અર્થવ્યવસ્થાને ખુબજ ખતરો હોય છે.

હવે વાત કરીએ Foreign Exchange ની એટલે કે વિદેશી મુદ્રાની. વિદેશી મુદ્રાની શું કિંમત છે તે તમે પાકિસ્તાન અને શ્રીલંકાની હાલત જોઈને જ સમજી શકો છો.

Enforcement Directorate (ED) નો ઇતિહાસ

શરૂઆતમાં આ ડીપાર્ટમેન્ટ નું નામ “Enforcement Unit” એટલે કે “અમલીકરણ એકમ” રાખવામાં આવ્યું હતું. ત્યારના સમયમાં આ યુનિટ આર્થિક બાબતોનો વિભાગનો એક ભાગ હતો. આ યુનિટ ને વર્ષ 1956માં ભારતના બંધારણના એક એક્ટ Foreign Exchange Regulation Act, 1947 બનાવવામાં આવ્યું હતું.

આ એક ખુબજ નાનું યુનિટ હતું જેનું મુખ્યમથક દિલ્લીમાં હતું. આ યુનિટમાં 1 ડિરેક્ટર, RBI ના અમુક અધિકારી તથા 3 પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થતો હતો. ત્યારના સમયમાં પુરા ભારતમાં આ યુનિટ કેવળ 2 બ્રાન્ચ બોમ્બે અને કલકત્તા માં હતી. વર્ષ 1960માં આ યુનિટનું નામ બદલીને Enforcement Directorate કરી દેવામાં આવ્યું હતું.

તમારે આ લેખ પણ જરૂર વાંચવા જોઈએ:

SI Course Details in Gujarati
BBA Full Form in Gujarati
MSW Full Form in Gujarati
DNA Full Form in Gujarati

Enforcement Directorate (ED) વિષે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો:

ED નું Full Form શું છે?

Enforcement Directorate (અમલીકરણ નિયામકની કચેરી)

ED નું કામ શું હોય છે?

પૈસા ની અવૈદ્ય હેરાફેરી તથા વિદેશી વિનિમય કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો તથા સંસ્થા પર કારવાઈ કરવાનું

શું ED Police હોય છે?

ના, ED અને Police બંને ના કામ અને Power અલગ અલગ છે .

ED Officer કઈ રીતે બની શકાય?

જો તમે માન્યતા પ્રાપ્ત કોલેજ કે યુનિવર્સિટી થી Graduation પૂર્ણ કરેલું છે તો તમે ED માં અલગ અલગ પોસ્ટ પર એપ્લાય કરી શકો છો તથા પરીક્ષા આપી ઓફિસર બની શકો છો.

Conclusion:

મિત્રો આજે આપણે ED Full Form in Gujarati । ED નું ફુલ ફોર્મ શું છે? વિષે જાણકારી પ્રાપ્ત કરી. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment