CNG Full Form in Gujarati – CNG નું ફુલ ફોર્મ શું છે?

CNG Full Form in Gujarati । CNG Meaning in Gujarati | CNG નું ફુલ ફોર્મ । CNG નું પૂરું નામ । CNG નું સંપૂર્ણ સ્વરૂપ । CNG ની વ્યાખ્યા । CNG નો અર્થ – શું તમે તમારી ગાડીમાં ઇંધણ તરીકે CNG ઉપયોગ કરો છો અથવા ભવિષ્યમાં કરવાનું વિચારી રહ્યા છો અને CNG થી સંબંધિત તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે તો તમે આજે એકદમ સટીક જગ્યા પર આવ્યા છે કારણ કે આજના આ લેખમાં તમને CNG ની તમામ જાણકારી આપવામાં આવશે.

CNG Full Form in Gujarati
CNG Full Form in Gujarati

CNG Full Form in Gujarati – CNG નું ફુલ ફોર્મ શું છે?

ટૂંકું નામCNG
પૂરું નામ (English)Compressed Natural Gas
પૂરું નામ (ગુજરાતી)સંકુચિત કુદરતી ગેસ
ક્ષેત્રપરિવહન
બનાવટપેટ્રોલમાંથી
સૂત્રmethane (CH4)
વિકિપીડિયાCNG

CNG શું છે?

CNG Gas નું Full Form “Compressed Natural Gas” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “સંકુચિત કુદરતી ગેસ” થાય છે. આ ગેસ ધરતીની અંદર મળી આવતા હાઈડ્રોકાર્બનનું મિશ્રણ હોય છે જેમાં 80 થી લઈને 90 ટકા સુધી મિથેન ગેસની માત્રા મળી આવે છે.

આ ગેસ પેટ્રોલ તથા ડીઝલની તુલનામાં કાર્બન મોનોઓક્ષાઇડ 70 ટકા, નાઇટ્રોજન ઓક્ષાઇડ 87 ટકા તથા જૈવિક ગેસના લગભગ 89 ટકા સુધી ઓછું ઉત્સર્જન કરે છે. CNG Gas ને બાળવા માટે 540 સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે જયારે પેટ્રોલ ને બાળવા માટે 223 થી 282 સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે.

આ ગેસ રંગ વગરની, ગંધ વગરની, હવાથી પણ હલ્કી તથા વાતાવરણમાં સૌથી ઓછું પ્રદુષણ કરે છે. CNG ને વાહનનોના ઇંધણના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ગેસનો વાહનોમાં પેટ્રોલ તથા ડીઝલના વિકલ્પના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે આપણી ગાડીમાં જે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી ખુબજ ખતરનાક વાયુ જેમકે સીસા, સલ્ફરડાઇઑક્સાઈડ તથા અન્ય થી માણસોના સ્વાસ્થ્ય પર ખુબજ ખરાબ અસર પડે છે અને એના લીધે ચામડીનું કેન્સર, આંખોમાં જલન, માથાનો દુખાવો તથા અન્ય બીમારીઓ થવાની સંભાવના ખુબજ વધુ હોય છે.

વાહનોમાં આ ગૅસનો ઉપયોગ કરવાથી આ બધા વાયુઓ ખુબજ ઓછા પ્રમાણમાં નીકળે છે જેથી પર્યાવરણ પણ સ્વચ્છ રહે છે. અને આ કારણે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સીએનજી વાહનો માટે વિશેષ છૂટ આપે છે.

CNG Gas ના ફાયદાઓ:

CNG Gas ના ફાયદાઓ નીચે મુજબ છે.

  1. Mileage: પોતાની ગાડીમાં સીએનજી લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી ગાડીની માઈલેજ ખુબજ વધી જાય છે. પેટ્રોલ, ડીઝલ કે અન્ય ઇંધણના મુકાબલે સીએનજી વાળી ગાડીની માઈલેજ ખુબ વધુ હોય છે.
  2. Cheap Fuel: પેટ્રોલ અને ડીઝલ કરતા આ ઇંધણ ખુબજ સસ્તું હોય છે. જે રીતે દિવસે ને દિવસે પેટ્રોલ તથા ડીઝલના ભાવ વધી રહ્યા છે તો સીએનજીની ઇમ્પોર્ટન્સ ફરીથી વધી રહી છે. શહેરી વિસ્તારમાં રહેતા લોકો ઘણી માત્રામાં સીએનજી ગાડી લઇ રહ્યા છે.
  3. Low Running Cost: સીએનજીની માઈલેજ અને ભાવની દ્રષ્ટિએ સસ્તું હોવાથી ગાડીની રનિંગ કોસ્ટ ખુબજ ઘટી જાય છે. જો તમે દરરોજ ગાડીને 30 થી 40 કિલોમીટર પણ ચલાવો છો તો વર્ષે તમે ગાડીની રનિંગ કોસ્ટમાં 35000 થી 40000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ રીતે જો તમે 10 વર્ષ સુધી પણ ચલાવો છો તો તમે 3.5 લાખથી લઈને 4 લાખ સુધીની બચત કરી શકો છો.
  4. Smooth Engine: સીએનજી લગાવ્યા બાદ ગાડીનું એન્જિન ખુબજ સ્મૂથ થઇ જાય છે. જયારે ગાડી પેટ્રોલ પર ચાલતી હોય છે ત્યારે તેનું વાયબ્રેસન ગાડીની અંદર સુધી આવતું હોય છે પણ સીએનજી લગાવ્યા બાદ વાયબ્રેસન ખુબજ ઓછું થઈ જાય છે.
  5. Environment Friendly: આ ગેસની એક ખાસિયત એ પણ છે કે આ ગેસ environment friendly એટલે કે પર્યાવરણને અનુકૂળ હોય છે જેથી સરકાર પણ તેને પ્રમોટ કરે છે.

CNG Gas ના નુકસાન:

CNG Gas ના નુકસાન નીચે મુજબ છે.

  1. Installation Cost: સીએનજી નો સૌથી મોટો નેગેટિવ પોઇન્ટ એને લગાવવાનો ખર્ચ છે. સીએનજીના ઈન્સ્ટોલેશન માં 4 થી 5 હજાર નહિ પરંતુ 30 થી 35 હજારનો ખર્ચ થઇ જાય છે. આ ખર્ચ ટેંક ઈન્સ્ટોલેશન તથા આરસી માં એને એડ કરવાનો હોય છે. મિત્રો તમને અમારી વિનંતી છે કે જો તમે સીએનજી ઇન્સટોલ કરાવો છો તો તેને આરસી માં જરૂર એડ કરાવી લેવું કારણ કે એના લીધે તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
  2. Less Boot Space: સીએનજી લગાવ્યા બાદ તમારી ગાડી ની બુટ સ્પેસ એટલે કે ડીકીની જગ્યા ખુબજ ઓછી થઈ જાય છે. જો તમારી ગાડી નાની છે તો આ જગ્યા લગભગ ખતમ જ થઈ જાય છે. આ નાની ગાડીના ઉદાહરણ હ્યુન્ડાઇ આઈ 10, મારુતિ 800, અલ્ટો તથા અન્ય છે. જયારે તમે કોઈ જગ્યાએ ફરવા જાવ છો તો તમને સામાન રાખવાની જગ્યા પણ નહિ રહી શકે.
  3. Pick-up and Performance: જો તમે ઘણા સમયથી તમારી ગાડીને પેટ્રોલ પર ચલાવી રહ્યા હતા અને ત્યારબાદ તમે સીએનજી ઇન્સટોલ કરાવો છો તો તમને એમાં ફેરફાર જરૂરથી જોવા મળશે. પેહલા જે રીતે પેટ્રોલ પર ગાડી ઉઠી જતી હતી તે રીતે ગાડી હવે નહિ ઉઠે અને તમને તેના પર્ફોર્મન્સ માં પણ 10 થી 15 ટકા સુધીનો ઘટાડો જોવા મળશે.
  4. Engine Wear and Tear: આ મામલે ઘણા લોકોના મનમાં ઘણા બધા બ્રહ્મ છે. મિત્રો દરેક ઇંધણની એક ઇગ્નીશન સિસ્ટમ હોય છે અને તેટલા તાપમાને એ બળે છે સીએનજી નું બળવાનું તાપમાન પેટ્રોલથી ખુબજ વધારે હોય છે. જેથી ગાડીનું તાપમાન પણ વધી જાય છે અને ગાડીનો ઘસારો પણ વધી જાય છે. એવું નથી કે જો તમે સીએનજી ફિટ કરાવો તો ગાડીનું એન્જીન 3 થી 4 વર્ષ પછી ખતમ થઇ જશે. ટેમ્પરેચર વધારે હોવાના કારણે જો તમે સમયાનુસાર એન્જિન ઓઇલ બદલાવવું, કૂલંટ બદલાવવું તથા એર ફિલ્ટર બદલાવો છો તો તમારી ગાડી સારી રીતે ચાલશે.
  5. Availability: મિત્રો પેટ્રોલની જેમ તમને ભારતના દરેક ખૂણાએ સીએનજી સ્ટેશન નહિ જોવા મળે. શહરો ને છોડીને ગામડામાં સીએનજી સ્ટેશન ખુબજ ઓછા હોય છે. જો તમે શહેરમાં રહો છો અને ત્યાં એક બે જ સીએનજી સ્ટેશન છે તો તમે રાત્રીના સમયે સીએનજી ફીલ કરાવી શકો છો.

તમારે આ લેખ પણ જરૂર વાંચવા જોઈએ:

SI Course Details in Gujarati
BBA Full Form in Gujarati
MSW Full Form in Gujarati
DNA Full Form in Gujarati

CNG Gas વિષે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો:

CNG નું Full Form શું છે?

Compressed Natural Gas (સંકુચિત કુદરતી ગેસ)

CNG Gas શું છે?

આ એક કુદરતી ગેસ છે જેને સંકુચિત કરીને ઇંધણ બનાવવામાં આવે છે.

Accident થવાથી શું Cylinder ફાટી શકે અને ગાડીમાં આગ લાગી શકે છે?

Cylinder ની Quality ખુબજ વધારે હોય છે તથા Stainless Steel થી બનેલું હોય છે. આજસુધી જેટલા પણ Accident થયા છે તેમાં Cylinder ફાટવાની ઘટના ખુબજ ઓછી છે.

શું CNG Car ને Petrol થી ચલાવી શકાય છે?

હા

શું CNG Car Safe હોય છે?

હા

શું CNG Gas Petrol થી વધારો સારો છે?

પેટ્રોલના મુકાબલે CNG વધુ Safe છે.

Conclusion:

મિત્રો આજે આપણે CNG Full Form in Gujarati – CNG નું ફુલ ફોર્મ શું છે વિષે જાણકારી પ્રાપ્ત કરી. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment