UPSC Full Form in Gujarati | UPSC Meaning in Gujarati

UPSC Full Form in Gujarati | UPSC Meaning in Gujarati – મિત્રો શું તમે UPSC શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે UPSC ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

UPSC Full Form in Gujarati | UPSC Meaning in Gujarati
UPSC Full Form in Gujarati | UPSC Meaning in Gujarati

UPSC શું છે?

UPSC નું Full Form “Union Public Service Commission” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “સંઘ લોક સેવા આયોગ” થાય છે.

મિત્રો UPSC વિષે જાણતા પહેલા આપણે PSC વિશે જાણી લેવું જોઈએ. PSC નું Full Form “Public Service Commission” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “લોક સેવા આયોગ” થાય છે. PSC ની સ્થાપના આપણા દેશની આઝાદી ની પહેલા 1 ઓક્ટોબર 1926 ના રોજ કરવામાં આવી હતી.

આઝાદી પછી PSC ના ઘણા બદલાવો કરવામાં આવ્યા તથા ઘણા અધિકારોમાં બદલાવ કરવામાં આવ્યા અને 26 ઓક્ટોબર 1950 ના રોજ PSC નું નામ બદલીને UPSC કરી દેવામાં આવ્યું. UPSC એ સરકારી સંસ્થમાં ભરતી માટે ભારતની એક કેન્દ્રીય સંસ્થા છે.

UPSC નું મુખ્ય કામ વર્ગ-1 તથા વર્ગ-2 તેમજ અન્ય સરકારી કર્મચારીની પસંદગી કરવાનું છે. મિત્રો તમને જણાવી દઈએ કે આપણા દેશમાં UPSC ઘ્વારા જ IPS, IAS તથા ગ્રેડ-A અને ગ્રેડ-2 ના અધિકારીઓની ભરતી કરવામાં આવે છે.

UPSC ઘ્વારા કઈ કઈ પરીક્ષા લેવાય છે?

UPSC ઘ્વારા લેવામાં આવતી પરીક્ષાઓના નામ નીચે મુજબ છે. મિત્રો તમારે જે ક્ષેત્રમાં નોકરી કરવું હોય એ પરીક્ષા ની પસંદગી કરવાની હોય છે.

પરીક્ષાનું ટૂંકું નામપરીક્ષાનું નામ (અંગ્રેજીમાં)પરીક્ષાનું નામ (ગુજરાતીમાં)
CSECivil Services Examસિવિલ સર્વિસ પરીક્ષા
SCRASpecial Class Railway Apprenticeવિશેષ વર્ગ રેલ્વે ઉમેદવાર
ESEEngineering Services Examinationઇજનેરી સેવાઓ પરીક્ષા
CDSECombined Defence Services Examinationસંયુક્ત સંરક્ષણ સેવાઓ પરીક્ષા
NDANational Defence Academy and Naval Academy Examinationરાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી અને દરિયાઈ એકેડેમી પરીક્ષા
IFSIndian Forest Serviceભારતીય વન સેવા
IASIndian Administrative Serviceભારતીય વહીવટી સેવા

UPSC ની પરીક્ષા કોણ કોણ આપી શકે છે?

  • પરીક્ષાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • પરીક્ષાર્થીએ કોઈ પણ સ્ટ્રીમથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.
  • પરીક્ષાર્થીની ઓછામાં ઓછી ઉમર 21 વર્ષ તથા વધુમાં વધુ ઉમર 32 વર્ષ હોવી જોઈએ. SC/ST કેટેગરીના લોકોને 5 વર્ષ તથા OBC કેટેગરીના લોકોને 3 વર્ષની છૂટ મળશે.

UPSC ની પરીક્ષા કેટલી વખત આપી શકાય છે?

UPSC પરીક્ષા આપવાની સીમા કેટેગરી પ્રમાણે અલગ અલગ હોય છે. સામાન્ય કેટેગરીના લોકો- 6 વખત, OBC કેટેગરીના લોકો – 9 વખત તો SC/ST કેટેગરીના લોકો અસંખ્ય વખત આ પરીક્ષા આપી શકે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

અંતિમ શબ્દો:

મિત્રો આજના આ લેખમાં આપણે UPSC વિશે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment