IAS Full Form in Gujarati – IAS Meaning in Gujarati

IAS Full Form in Gujarati – IAS Meaning in Gujarati | મિત્રો શું તમે IAS શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે IAS ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

IAS Full Form in Gujarati - IAS Meaning in Gujarati
IAS Full Form in Gujarati – IAS Meaning in Gujarati

IAS Full Form in Gujarati – IAS Meaning in Gujarati

ટૂંકું નામIAS
પૂરું નામ (English)Indian Administrative Services
પૂરું નામ (ગુજરાતી)ભારતીય વહીવટી સેવાઓ
સંસ્થાસંઘ જાહેર સેવા આયોગ
પરીક્ષાનું નામનાગરિક સેવા પરીક્ષા
વિકિપીડિયાIAS

IAS શું છે?

IAS નું Full Form “Indian Administrative Services” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “ભારતીય વહીવટી સેવાઓ” થાય છે. કલેક્ટર ને IAS ના નામ થી ઓળખવામાં આવે છે.

મિત્રો જો તમે IAS બનવા માંગો છો તો દર વર્ષે UPSC ઘ્વારા સિવિલ સર્વિસ નામ ની પરીક્ષા લેવામાં આવે છે. IAS એ ભારતની ઉચ્ચ શ્રેણીની સરકારી નોકરી છે. ભારતમાં તથા આપણા ગુજરાતમાં પણ ઘણા લોકોનું IAS બનવાનું સપનું હોય છે.

IAS બનવા માટે જરૂરી લાયકાત શું છે?

મિત્રો જો તમે IAS Officer બનવા માંગો છો તો તમારે નીચેની લાયકાત સંતોષતા હોવા જોઈએ.

  • ઉમેદવાર ભારત દેશનો નાગરિક હોવો જોઈએ.
  • ઉમેદવારે કોઈ પણ સ્ટ્રીમ કે કોર્ષ થી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.
  • સામાન્ય કેટેગરી માટે 21 થી 32 વર્ષ, ઓબીસી કેટેગરી માટે 21 થી 35 તથા એસસી/એસટી કેટેગરી માટે 21 થી 37 વર્ષ સુધી વયમર્યાદા જરૂરી છે.

IAS બનવા માટે કઈ પરીક્ષા આપવી જરૂરી છે?

મિત્રો, UPSC ઘ્વારા સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જો તમે IAS Officer બનવા માંગો છો તો તમારે આ પરીક્ષા પાસ કરવાની હોય છે. સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન ત્રણ ભાગમાં કરવામાં આવે છે જેમાં Preliminary Exam એટલે પ્રથમ પરીક્ષા, Main Exam એટલે દ્વિતિય પરીક્ષા અને Interviewનો સમાવેશ થાય છે. આ તમામ પરીક્ષાની પેટર્ન નીચે મુજબ છે.

Preliminary Exam

ક્રમવિષયનું નામગુણ
1સામાન્ય અભ્યાસ200
2યોગ્યતા કૌશલ્ય200

Main Exam

ક્રમવિષયનું નામગુણ
1ભારતીય ભાષા નું એક પેપર જે તમે પસંદ કર્યું હોય તે300
2અંગ્રેજી300
3નિબંધ250
4સામાન્ય જ્ઞાન1000
5વૈકલ્પિક વિષય500

Interview

ક્રમવિષયગુણ
1પરીવારની માહિતી/વર્તમાન બાબતો/ભારત તથા વિશ્વ તથા અન્ય પ્રશ્નો275

કેટલી વખત IAS ની પરીક્ષા આપી શકાય છે?

જો તમે સામાન્ય કેટેગરી થી આવો છો તો તમે 6 વખત, ઓબીસી કેટેગરીના ઉમેદવાર 9 વખત તથા એસસી/એસટી કેટેગરીના ઉમેદવાર જેટલી વખત ઈચ્છે એટલી વખત IAS ની પરીક્ષા આપી શકે છે.

IAS નો Tanning Period કેટલો હોય છે?

મિત્રો આઇએએસની ટ્રેનિંગ મુખ્યત્વે ચાર ભાગમાં હોય છે. જેની માહિતી તમે નીચે જોઈ શકો છો.

1. Foundational Course

આ કોર્સ ત્રણ મહિના સુધી ચાલે છે. આ કોર્સમાં આઈએએસ અને આઈએફએસ ઓફિસર ત્રણ મહિના સુધી LBSNAA એટલે કે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં જવાનું હોય છે અને આ કોર્સમાં તમને વહીવટ તથા અન્ય જરૂરી વસ્તુઓ શીખવવામાં આવે છે.

2. Bharat Darshan

ભારત દર્શનમાં તમને ભારતના અલગ અલગ રાજ્યમાં લઇ જવામાં આવે છે. સાથે જ તમને ભારતમાં અલગ અલગ સંગઠનો, ગ્રુપ તથા કૉમ્યૂનિટી સાથે પણ મળવાનું થાય છે.

3. LBSNAA

ભારત દર્શન બાદ તમને ફરીથી LBSNAA લઇ જવામાં આવે છે અને ત્યાં તમને નોકરી થી સંબંધિત માહિતી આપવામાં આવે છે તથા હોર્સ રાઇડિંગ, ક્રિકેટ, ફૂટબૉલ વગેરે પ્રોગ્રામ પણ આયોજિત કરવામાં આવે છે.

4. Induction

આ પણ આઈએએસ ટ્રેનિંગ નો એક ભાગ છે. ત્યારબાદ તમને આપણા દેશના માનનીય રાષ્ટ્રપતિ ઘ્વારા જોઈનીંગ લેટર આપવામાં આવે છે.

IAS Officer ની Salary કેટલી હોય છે?

આઈએએસ ની શરૂઆતની સેલરી લગભગ 60,000 રૂપિયા પ્રતિમાહ હોય છે. મિત્રો આઈએએસ ઓફિસરને પગાર ની સાથે અન્ય ઘણીબધી સુવિધાઓ મળે છે જેમાં મોટો બંગલો, લાલ લાઈટ વાળી ગાડી, સેક્યુરીટી ગાર્ડ, નોકર, કૂક, લાઈટબીલ, ટેલિફોન બિલ વગેરે નો સમાવેશ થાય છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

IAS વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો

IAS નું પૂરું નામ શું છે?

Indian Administrative Services (ભારતીય વહીવટી સેવાઓ)

IAS કેટલા વર્ષનો કોર્સ છે?

આઈએએસ ની તૈયારી માટે ઓછમાં ઓછા 2 થી 3 વર્ષ લાગી શકે છે.

IAS બનવા માટે કઈ ડિગ્રી હોવી જરૂરી છે.

કોઈ પણ સ્ટ્રીમ કે કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.

IAS બનવા માટે કેટલો ખર્ચ થાય છે?

જો તમે કોચિંગ લઈને આઈએએસની તૈયારી કરો તો મહિને 2 હજાર થી લઈને 10 હજાર સુધી

IAS બનવા માટે 12માં તથા કોલેજમાં કેટલા ટકા હોવા જોઈએ?

તમારે ફક્ત કોલેજ પૂર્ણ કરેલી હોવી જોઈએ, ટકાની કોઈ મર્યાદા જરૂરી નથી.

મિત્રો, આપણી માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવામાં અમારા પ્રયાસને WhatsApp તથા Telegram પર જોઈન કરી સહયોગ કરો.

અમારું Whatsapp ગ્રુપ જોઈન કરવાઅહીં ક્લિક કરો
અમારું Telegram ગ્રુપ જોઈન કરવાઅહીં ક્લિક કરો

અંતિમ શબ્દો:

મિત્રો આજના આ લેખમાં આપણે IAS વિશે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment