Gujarat Traffic Police Recruitment 2024: ગુજરાત ટ્રાફિક પોલીસમાં યુવક તથા યુવતીઓ માટે ભરતીનો મોકો

Gujarat Traffic Police Recruitment 2024: ગુજરાત ટ્રાફિક પોલીસમાં યુવક તથા યુવતીઓ માટે ભરતીનો મોકો આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

Gujarat Traffic Police Recruitment 2024 । ગુજરાત ટ્રાફિક પોલીસ ભરતી 2024

વિભાગટ્રાફિક બ્રિગેડ
નોકરીનું સ્થળગુજરાત
વર્ષ2024
જાહેરાત તારીખ31 ડિસેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટhttps://police.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક બ્રિગેડ જવાન માનદ સેવાના પદ માટે યુવક તથા યુવતીઓની ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

શેક્ષણિક લાયકાત:

ટ્રાફિક પોલીસની આ ભરતીમાં અરજી કરવા માટેની શેક્ષણિક લાયકાત ધોરણ – 12 પાસ મંગાવામાં આવી છે. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચવી.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

અરજી ફી:

ટ્રાફિક બ્રિગેડની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી એટલે કે તેઓ વિનામૂલ્યે અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે.

પગારધોરણ:

મિત્રો, ટ્રાફિક બ્રિગેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દરરોજ 300 રૂપિયા વેતન ચુકવવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી:

આ ભરતીમાં તમારે ઓફલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 05 જાન્યુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી સંસ્થાનો સંપર્ક કરી અથવા જાહેરાતમાં વાંચી લેવા વિનંતી. આ માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.