Gujarat Arogya Vibhag Bharti : ગુજરાત આરોગ્ય વિભાગમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર બમ્પર ભરતી જાહેર

Gujarat Arogya Vibhag Bharti 2024: ગુજરાત આરોગ્ય વિભાગમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર બમ્પર ભરતી જાહેર થઇ ગયી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

Gujarat Arogya Vibhag Bharti 2024 । ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી

વિભાગગુજરાત આરોગ્ય વિભાગ
પોસ્ટવિવિધ
વર્ષ2024
અરજી કરવાનું માધ્યમઓનલાઇન સત્તાવાર વેબસાઈટ
ઓફિશિયલ વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર, ફાયનાન્સ આસિસ્ટન્ટ, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ઓપ્ટિમેટ્રિસ્ટ, સોશ્યિલ વર્કર, ડેન્ટલ ટેક્નિશિયન, ડેન્ટલ આસિસ્ટન્ટ, લેબ ટેક્નિશિયન તથા અન્ય પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

નોકરીનો પ્રકાર:

આ નોકરીનો 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. 11 માસ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાકટ ફરીથી રીન્યુ કરવામાં આવશે અને કોન્ટ્રાકટ રીન્યુ થતી સમયે બેજીક પે માં 5% નો સરકારશ્રીના નિયમો મુજબ વધારો કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે એટલે કે આ ભરતીમાં કોઈપણ પરીક્ષા કે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે નહિ પરંતુ સંસ્થા દ્વારા તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે.

અરજી ફી:

ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી એટલે કે તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો.

નોકરીનું સ્થળ:

આ ભરતીમાં નોકરી ઉપર લાગ્યા બાદ તમારી નોકરીનું સ્થળ ગુજરાતના અલગ અલગ શહેર જેવા કે નર્મદા, અમદાવાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ-ખેડા, જામનગર, ગાંધીનગર અન્ય શહેરોમાં રહેશે.

પગારધોરણ:

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા ફાયનાન્સ આસિસ્ટન્ટને 13,000, મેડિકલ ઓફિસર ને 60,000, સ્ટાફ નર્સને 13,000, ઓપ્ટિમેટ્રિસ્ટ ને 12,500, સોશ્યિલ વર્કરને 15,000, ડેન્ટલ ટેક્નિશિયનને 12,000, ડેટા એન્ટ્રી ઓપરેટરને 12,000, ડેન્ટલ આસિસ્ટન્ટને 12,000, લેબ ટેક્નિશિયન ને 13,000 રૂપિયા ચુકવવામાં આવશે.

કઈ રીતે અરજી કરવી:

આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ગુજરાત સરકારની આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ અરજી કરી શકે છે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો