Gujarat Nagarpalika Bharti 2024: ગુજરાતની આ નગરપાલિકામાં ડ્રાઈવર, ક્લાર્ક તથા અન્ય પદો પર સીધી ભરતી

Gujarat Nagarpalika Bharti 2024: ગુજરાતની નગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

Gujarat Nagarpalika Bharti 2024 । ગુજરાત નગરપાલિકા ભરતી 2024

સંસ્થામ્યુનિસિપલ કોર્પોરેશન
પદવિવિધ
વર્ષ2024
જાહેરાત તારીખ28 ડિસેમ્બર 2023
છેલ્લી તારીખ18 જાન્યુઆરી 2024

પોસ્ટનું નામ:

નગરપાલિકા દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર, સિવિલ એન્જીનીયર, ઇલેક્ટ્રિક એન્જીનીયર, કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક, ડ્રાઈવર કમ મેકેનિક તથા મિકેનિકલ એન્જીનીયરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

નગરપાલિકા દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટરની 03, સિવિલ એન્જીનીયરની 02, ઇલેક્ટ્રિક એન્જીનીયરની 01, કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્કની 06, ડ્રાઈવર કમ મેકેનિકની 05 તથા મિકેનિકલ એન્જીનીયરની 01 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 36 વર્ષ હોવી જોઈએ.

શેક્ષણિક લાયકાત:

મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

નગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

પગારધોરણ:

મિત્રો, આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારોને ભારત સરકારના એપ્રેન્ટિસ નિયમો અનુસાર પગાર ચુકવવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી:

આ ભરતીમાં તમારે કોઈપણ પ્રકારની અરજી કરવાની રહેતી નથી. પરંતુ નોકરી મેળવવા માટે તમારે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. ઇન્ટરવ્યૂની તારીખ 18 જાન્યુઆરી 2024 છે તથા ઇન્ટરવ્યૂનું સ્થળ કડી નગરપાલિકા, કડી છે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો