GCERT Full Form in Gujarati | GCERT Meaning in Gujarati

GCERT Full Form in Gujarati | GCERT Meaning in Gujarati – મિત્રો શું તમે GCERT શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે GCERT ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

GCERT Full Form in Gujarati - GCERT Meaning in Gujarati
GCERT Full Form in Gujarati – GCERT Meaning in Gujarati

GCERT Full Form in Gujarati | GCERT Meaning in Gujarati

ટૂંકું નામGCERT
પૂરું નામ (English)Gujarat Council of Educational Research and Training
પૂરું નામ (ગુજરાતી)ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
ક્ષેત્રઅભ્યાસ
રાજ્યગુજરાત
ભાષાગુજરાતી
સ્થાપના વર્ષ1964
મુખ્યમથકગાંધીનગર
હેતુશિક્ષણમાં સુધારો
સત્તાવાર વેબસાઈટhttp://www.gcert.gujarat.gov.in/

GCERT શું છે?

GCERT નું Full Form “Gujarat Council of Educational Research and Training” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ” થાય છે. GCERT ની સ્થાપના વર્ષ 1964 માં થઇ હતી.

GCERTનું મુખ્યમથક ગાંધીનગર, ગુજરાતમાં આવેલું છે તથા તેના વર્તમાન ડાયરેક્ટર શ્રી ડી એસ પટેલ છે. GCERT નો મુખ્ય હેતુ શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાનું છે. GCERT ની સત્તાવાર વેબસાઈટનું નામ www.gcert.gujarat.gov.in છે.

GCERT ની કેટલી શાખાઓ છે?

GCERTની અંદર કુલ 8 શાખાઓનો સમાવેશ થાય છે જેના નામ નીચે મુજબ છે.

  • CTE/IASE એકમ
  • અભ્યાસક્રમ અને મૂલ્યાંકન
  • આયોજન અને વહીવટ
  • ગણિત વિજ્ઞાન એકમ
  • તાલીમી શાખા
  • પ્રકાશન શાખા
  • માહિતી સંચાર અને ટેકનોલોજી
  • શૈક્ષણિક સંશોધન

GCERT શું કામ કરે છે?

GCERT નીચે મુજબના કાર્યો કરે છે.

  • શિક્ષણ સંબંધી તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીને શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવાનું છે.
  • શિક્ષણ સંબંધી નવીન પરિવર્તનો લાવવા અને નવીનતા લાવવા માટે સતત કાર્યરત રહેવાનું છે.
  • GCERT ની અંદરમાં આવતા તમામ તાલીમ ભવનો તથા જિલ્લા શિક્ષણ કેન્દ્રોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો છે.
  • રાષ્ટ્રીય સ્તરે લેવાતી પરીક્ષા માટે અમલીકરણ કરવું તથા મૂલ્યાંકન કરવાનું છે.
  • ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ માટે યુનિટ ટેસ્ટ, વાર્ષિક પરીક્ષા તથા અન્ય પરીક્ષાઓ માટે પ્રશ્નપત્રો તૈયાર કરવાનું છે.
  • તથા અન્ય

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે GCERT વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment