EMI Full Form in Gujarati – EMI Meaning in Gujarati

EMI Full Form in Gujarati – EMI Meaning in Gujarati | મિત્રો શું તમે EMI શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે EMI ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

EMI Full Form in Gujarati - EMI Meaning in Gujarati
EMI Full Form in Gujarati – EMI Meaning in Gujarati

EMI Full Form in Gujarati – EMI Meaning in Gujarati

ટૂંકું નામEMI
પૂરું નામ (English)Equated Monthly Instalment
પૂરું નામ (ગુજરાતી)સમાન માસિક હપ્તો
ક્ષેત્રઆખી દુનિયા
શ્રેણીબેન્કિંગ
વ્યાજનો દરઅલગ અલગ
ચૂકવવાનો સમયગાળોઅલગ અલગ
વિકિપીડિયાEMI

EMI શું છે?

EMI નું Full Form “Equated Monthly Instalment” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “સમાન માસિક હપ્તો” થાય છે. EMI ને સરળ ભાષામાં સમજીએ તો આપણે જે લોન અથવા કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ અને તેનું પેમેન્ટ સરળ માસિક હપ્તે કરીએ છીએ તો તેને EMI ના નામે ઓળખવામાં આવે છે.

મિત્રો તમારી જાણકારી માટે બતાવી દઈએ કે લોનની જે રકમ હોય છે તેને પ્રિન્સીપલ અમાઉન્ટ ના નામે ઓળખવામાં આવે છે જયારે તેની ઉપર ચુકવવામાં આવતા વ્યાજ ને ઇન્ટરેસ્ટ ના નામે ઓળખવામાં આવે છે.

આજના સમયમાં આપણને ડગલે ને પગલે પૈસા ની જરૂર પડતી હોય છે અને ત્યારે આપણે લોન લઈએ છીએ. જયારે આપણે લોન લઈએ છીએ તો આપણને લોનની કુલ રકમ એક સાથે મળી જાય છે પણ આપણે લોનનું પેમેન્ટ હપ્તા ઘ્વારા કરીએ છીએ અને એટલા માટે બેંક આપણને હપ્તમાં પૈસા ચૂકવવા માટે EMI નો ઓપ્શન પૂરો પાડે છે. આ EMI માં આપણે જે લોન લીધી છે તે રકમ તથા તેમાં વ્યાજની રકમનો પણ સમાવેશ કરી લેવામાં આવે છે.

EMI કામ કઈ રીતે કરે છે તથા EMI ની ગણતરી કઈ રીતે કરી શકાય છે?

મિત્રો આપણે જે લોન લીધી હોય છે તેની રકમને અમુક વર્ષ અથવા મહિનામાં અમુક નિશ્ચિત રકમમાં ભાગલા પાડી દેવામાં આવે છે અને એમાં અમુક ટકા વ્યાજનો પણ સમાવેશ કરી લેવામાં આવે છે.

મિત્રો જો આપણે એક ઉદાહરણ થી સમજીએ તો એક રમેશ ભાઈ છે અને એમણે 12 મહિને એટલે કે 1 વર્ષ માટે 1 લાખ રૂપિયાની લોન લીધી છે અને બેંક આ લોનની રકમ પર 10% વ્યાજ લઇ રહી છે.

તો આપણે આ લોન પર EMI ની ગણતરી કરવા માટે www.emicalculator.net નો ઉપયોગ કરીશું. આ વેબસાઈટ પર જઈ તમે હોમ લોન, કાર લોન અથવા પર્સનલ લોન ની ગણતરી કરી શકો છો.

આ વેબસાઈટ પર તમારે લોન અમાઉન્ટ માં લોનની રકમ, ઇન્ટરેસ્ટ રેટ માં વ્યાજના ટકા, લોન ટેન્યોરમાં તમે કેટલા સમયમાં લોનની કુલ રકમ ચૂકવી દેવા માંગો છો તે લખવાનું રહેશે. આ તમામ માહિતી લખ્યા બાદ તમને તમારી લોન પર માસિક હપ્તાની રકમ જાણવા મળી જશે.

EMI કઈ કઈ રીતે ચૂકવી શકાય છે?

તમે EMI ના માસિક હપ્તાનું પેમેન્ટ બે રીતે કરી શકો છો જે નીચે મુજબ છે.

  1. ઓનલાઇન માધ્યમ: આ માધ્યમમાં તમે જયારે લોન લો છો ત્યારે તમારે તમારા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની માહિતી આપવાની હોય છે જેથી બેંક દર મહિનાના અંતે તમારા બેંક ખાતામાંથી પોતાની રીતે EMI ની રકમ કાપી શકે છે.
  2. ઑફલાઈન માધ્યમ: જો તમે EMI નું ઑફલાઈન માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો તો તમારે બેન્કમાં જઈ રોકડ રકમ જમા કરાવવાની રહે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

EMI વિષે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો તથા તેના જવાબો

EMI નું પૂરું નામ શું છે?

Equated Monthly Instalment (Equated Monthly Instalment)

EMI કેટલા પ્રકારની હોય છે?

પ્રિ-ઈએમઆઈ અને રેગ્યુલર-ઈએમઆઈ

EMIની ગણતરી કરવા માટેનું સૂત્ર કયું છે?

EMI = [P x R x (1+R) ^N]/[(1+R) ^N-1]

EMI સુવિધા શું છે?

EMI ઘ્વારા તમે લોનની રકમની ચુકવણી સરળ માસિક હપ્તે કરી શકો છો

જો EMI ચૂકવવામાં ન આવે તો શું થઇ શકે છે?

કાનૂની કાર્યવાહી તથા દંડ

Leave a Comment