KYC Full Form in Gujarati | KYC Meaning in Gujarati

KYC Full Form in Gujarati | KYC Meaning in Gujarati – મિત્રો શું તમે KYC શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે KYC ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

KYC Full Form in Gujarati | KYC Meaning in Gujarati
KYC Full Form in Gujarati | KYC Meaning in Gujarati

KYC Full Form in Gujarati | KYC Meaning in Gujarati

ટૂંકું નામKYC
પૂરું નામ (English)Know Your Customer
પૂરું નામ (ગુજરાતી)તમારા ગ્રાહકને જાણો
ક્ષેત્રબેન્કિંગ
શરૂઆત2002
શુલ્કમફતમાં
આદેશરિઝર્વે બેંક ઓફ ઇન્ડિયા

KYC શું છે?

KYC નું Full Form “Know Your Customer” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “તમારા ગ્રાહકને જાણો” થાય છે. KYC એ એક પ્રકારની પ્રક્રિયા છે જે બેંક, લોન આપવા વાળી સંસ્થાઓ તથા અન્ય કંપની કે સંસ્થા ઘ્વારા કરવામાં આવે છે. આ પ્રક્રિયા ઘ્વારા સંસ્થાઓ પોતાના ગ્રાહકની ઓળખાણ કરે છે તથા તેમના ગ્રાહક દ્વારા આપવામાં આવેલી તમામ માહિતી સાચી છે કે નથી તેની ચકાસણી કરે છે. આ પ્રક્રિયામાં કંપનીઓ તમારી જરૂરી માહિતી પોતાની પાસે સંગ્રહ રાખે છે.

KYC ની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી?

KYC ની શરૂઆત આપણા દેશમાં Reserve Bank of India ઘ્વારા વર્ષ 2002માં કરવામાં આવી હતી. રિઝર્વ બેંકના આદેશ બાદ તમામ બેન્કો ઘ્વારા પોતાના ગ્રાહકની KYC કરવામાં આવતી હતી અને તે વર્તમાન સમયમાં પણ ચાલુ જ છે.

KYC કરાવવું કેમ જરૂરી છે?

કેવાયસી એ કંપની તથા ગ્રાહક બંને લોકો માટે ખુબજ જરૂરી પ્રક્રિયા છે કારણ કે કેવાયસી કર્યા બાદ એ ખબર પડે છે કે ગ્રાહક Original છે કે નથી તથા તેનાથી કંપનીને કોઈ નુકસાન થવાનો ખતરો તો નથી.

કેવાયસી પ્રક્રિયા કરતી વખતે દરેક ગ્રાહકની આઈડી કાર્ડ, ડોક્યુમેન્ટ તથા વ્યક્તિનું ફેસ વેરિફિકેશન થાય છે, જેનાથી એ ખબર પડે છે કે વ્યક્તિએ આપેલી તમામ માહિતી તથા તે વ્યક્તિ સાચી છે કે નથી.

આજના સમયમાં આપણા દેશની બેન્કિંગ સુવિધા આટલી સુરક્ષિત હોવાનું એક કારણ KYC પણ છે તથા RBI એ તમામ બેન્કોને પોતાના ગ્રાહકનું KYC કરાવવું ફરજીયાત કરી દીધું છે અને આરબીઆઇ થોડા સમયે આ બાબતે ધ્યાન આપતી જ રહે છે. જો બેંક તેના ગ્રાહકનું નિશ્ચિત સમયમાં KYC ન કરે તો RBI ઘ્વારા તે બેંક ઉપર દંડ પણ વસુલવામાં આવે છે.

KYC કરાવવા માટે કયા કયા Documents જરૂરી છે?

જયારે બેંક કે અન્ય લોન આપવા વાળી સંસ્થા ઘ્વારા આપણને KYC કરાવવાનું કહે છે ત્યારે આપણા મનમાં આ પ્રશ્ન જરૂર થાય છે કે KYC કરાવવા માટે કયા કાગળની જરૂર પડે છે, તો આ તમામ કાગળો ના નામ નીચે મુજબ તમે જોઈ શકો છો.

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • રાશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • નરેગકાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ

KYC કરાવવાના ફાયદાઓ શું છે?

  • KYC કરાવ્યા બાદ તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા નહિવત થઇ જાય છે.
  • KYC ની મદદથી RBI તથા સરકાર દરેક બેન્કિંગ વ્યવહારો પર નજર રાખે છે.
  • KYC ની મદદથી સરકારને પૈસા ની અવૈદ્ય હેરાફેરી થથી રોકવામાં ઘણો ફાયદો થાય છે.
  • KYC કરાવ્યા બાદ તમે ઘણીબધી અન્ય બેન્કિંગ સુવિધાઓનો લાભ લઇ શકો છો.

તમારે આ અહેવાલો પણ જરૂરથી વાંચવા જોઈએ:

મિત્રો હવે તમામ વસ્તુઓનું અંગ્રેજીકરણ થઇ રહ્યું છે. ઘણા લોકો ગુજરાતી છોડી અંગ્રેજીમાં વાંચવાનું પસંદ કરે છે. નીચે આપેલી સોશ્યિલ મીડિયા લિંક ઉપર ક્લીક કરી ફોલો કરો તથા આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં મદદ કરો. જય જય ગરવી ગુજરાત.

WhatsApp Group જોઈન કરો.અહીં ક્લિક કરો.
Telegram Group જોઈન કરો.અહીં ક્લિક કરો.

KYC વિષે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો:

KYC નું પૂરું નામ શું છે?

Know Your Customer (તમારા ગ્રાહકને જાણો)

KYC કેમ જરૂરી છે?

ગ્રાહકની માહિતી ચકાસવા તથા બેન્કિંગ સંબંધી તથા ફ્રોડને રોકવા

KYC માટે જરૂરી Documents શું છે?

આધારકાર્ડ, પાનકાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, નરેગકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ

શું ફક્ત આધારકાર્ડથી KYC થઇ શકે છે?

હા

શું KYC કરાવવા માટે કોઈ ચાર્જ લાગે છે?

ના

અંતિમ શબ્દો:

મિત્રો આજના આ લેખમાં આપણે KYC વિશે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment