IMPS Full Form in Gujarati | IMPS Meaning in Gujarati

IMPS Full Form in Gujarati | IMPS Meaning in Gujarati – મિત્રો શું તમે IMPS શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે IMPS ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

IMPS Full Form “Immediate Payment Service” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “તાત્કાલિક ચુકવણી સેવા” થાય છે. મિત્રો IMPS ની પહેલા પેમેન્ટ કરવા માટે NEFT અને RTGS System નો ઉપયોગ કરવામાં આવતો હતો પણ એમાં જેટલા કલાક બેંક ચાલુ રહે તેટલા કલાકની અંદર જ પેમેન્ટ થતું હતું અને જો કોઈ દિવસ બેંક માં રજા હોય તે દિવસે આપણે કોઈને પેમેન્ટ ન કરી શકતા હતા. અને આ સમસ્યાના સમાધાન માટે ભારત સરકારની પોતાની સંસ્થા NPCI ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

IMPS ને 22 નવેમ્બર 2010ના દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું અને આની મદદ થી આપણે 24 કલાક અને 7 દિવસ ગમે ત્યારે પેમેન્ટ કરી શકીએ છીએ. આપણે જે UPI, ફોન પે, ગૂગલ પેવગેરેથી પેમેન્ટ કરીએ છીએ એ પણ NPCI ઘ્વારા જ કંટ્રોલ કરવામાં આવે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

Leave a Comment