આપણા દેશમાં આંગણવાડીની નોકરી મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે. જો તમે પણ આંગણવાડીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે.

ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 10500+ જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે.

આ ભરતીમાં આંગણવાડી કાર્યકરની 3421 જગ્યાઓ અને આંગણવાડી હેલ્પરની 6979 જગ્યાઓ ખાલી છે.

અરજીની શરૂઆતની તારીખ 08 નવેમ્બર અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમે ધોરણ 10 તથા ધોરણ 12 પાસ હોવા જોઈએ.

અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ e-hrms.gujarat.gov.in છે.

આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે. જો પસંદ આવી છે તો આને શેયર જરૂર કરજો .